ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMCને 10 પ્લોટની હરાજીથી થયેલ કમાણીની રકમ જાણી રહેશો દંગ

Text To Speech
  • 22 પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી
  • શહેરમાં AMCને રૂ.519 કરોડની આવક થઈ છે
  • અત્યાર સુધીમાં ઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ

અમદાવાદમાં AMCને 10 પ્લોટની હરાજીથી થયેલ કમાણીની રકમ જાણી દંગ રહેશો. જેમાં શહેરમાં AMCને હરાજીથી રૂપિયા 93 કરોડ આવક વધુ થઈ છે. તેમાં ઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું છે. જેમાં 66,168 ચોમીના પ્લોટની લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સે પ્લોટ ખરીદ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: મહુડી ટ્રસ્ટમાં કરોડોની ગેરરીતિના આક્ષેપમાં જાણો હાઇકોર્ટે શું કહ્યું 

AMCની માલિકીના 22 પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા AMCની માલિકીના 22 પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું જે પૈકી 997 કરોડની આવક ઊભી કરી છે. તંત્રને રૂ. 904 કરોડની આવક થવાની ધારણા હતી તેની સરખામણીએ લગભગ રૂ.93 કરોડ જેટલી વધુ આવક થશે. ઉલ્લેખનીય છે કે, ચાંદખેડામાં કોમર્શિયલ હેતુ માટેના 66,168 ચોમીના પ્લોટની લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સે આ પ્લોટ ખરીદ્યો છે અને આ પ્લોટની હરાજી મારફતે AMCએ રૂ.502 કરોડની આવક થવાનો અંદાજ નક્કી ર્ક્યો હતો.

AMCને રૂ.519 કરોડની આવક થઈ છે

આમ, AMCને રૂ.519 કરોડની આવક થઈ છે. બોડકદેવમાં 4,658 ચો.મી.ના પ્લોટના કોમર્શિયલ હેતુના પ્લોટના રૂ.125 કરોડના પ્લોટના રૂ.126.69 કરોડ ઉપજ્યા છે. મકરબામાં 3,710 ચો.મી.ના પ્લોટના વેચાણ મારફતે રૂ.28.56 કરોડની તુલનાએ રૂ. 42.29 કરોડ આવક થઈ છે. મકરબામાં 3,740 ચો.મી.ના પ્લોટના વેચાણ મારફતે રૂ.29.92 કરોડની તુલનાએ રૂ.68.44 કરોડની આવક થઈ છે. શીલજમાં 9,765 ચો.મી પ્લોટના વેચાણ મારફતે રૂ.166 કરોડની આવકની તુલનાએ રૂ.166 કરોડ, 10 લાખ ઉપજ્યા છે.

Back to top button