ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આંખોના વાયરલ કન્જક્ટીવાઈટીસના એક મહિનામાં કેસ જાણી રહેશો દંગ

  • સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કેસ ઘટતાં રાહત થઈ
  • અત્યાર સુધીમાં આંખો આવવાના 4.31 લાખથી વધુ કેસ
  • ત્રણ દિવસથી આંખો આવવાના કેસ 16થી 17 હજાર આસપાસ

ગુજરાતમાં આંખોના વાયરલ કન્જક્ટીવાઈટીસના એક મહિનામાં કેસ જાણી દંગ રહેશો. જેમાં ગુજરાતમાં એક મહિનામાં 4.31 લાખથી વધુ લોકો ‘અખિયાં મિલા કે’ની ઝપટે ચડયા છે. કન્જક્ટીવાઈટીસના કેસની સંખ્યામાં અડધો-અડધ ઘટાડો થયો છે. અમદાવાદમાં 82 હજાર, રાજકોટમાં 41 હજાર, ભાવનગરમાં 29 હજાર દર્દી છે. ગાંધીનગરમાં 15,500, ખેડામાં 14 હજાર અને સુરતમાં 8,100થી વધુ કેસ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે મેઘની કૃપા 

છેલ્લા ત્રણ દિવસથી આંખો આવવાના કેસ 16થી 17 હજાર આસપાસ

ગુજરાતમાં આંખો આવવાના એટલે કે વાયરલ કન્જક્ટીવાઈટીસના છેલ્લા એક મહિનામાં 4.31 લાખથી વધુ કેસ નોંધાયા છે, અમદાવાદમાં સૌથી વધુ 82 હજારથી વધુ કેસ નોંધાયા છે. દસ દિવસ પહેલાં ગુજરાતમાં આંખોમાં લાલાશ, દુખાવો, ચેપડા વળવા, આંખોમાંથી પાણી પડવું જેવા લક્ષણો સાથેના એટલે કે વાયરલ કન્જક્ટીવાઈટીસના રોજના 25થી 30 હજાર જેટલા કેસ નોંધાતા હતા, અલબત્ત, હવે કેસમાં ઘટાડો નોંધાયો છે, છેલ્લા ત્રણ દિવસથી આંખો આવવાના કેસ 16થી 17 હજાર આસપાસ થયા છે.

અત્યાર સુધીમાં આંખો આવવાના 4.31 લાખથી વધુ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં આંખો આવવાના 4.31 લાખથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 82 હજાર કેસ સામે આવ્યા છે, આ ઉપરાંત રાજકોટમાં 41 હજાર, ભાવનગરમાં 29 હજાર, દાહોદમાં 21 હજાર, જામનગરમાં 19,000, મહેસાણામાં 16 હજાર, ગાંધીનગરમાં 15,500, ખેડામાં 14 હજાર અને સુરતમાં 8,100થી વધુ કેસ વાયરલ કન્જક્ટીવાઈટીસના સામે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસના અરસામાં ગુજરાતમાં રોજના અંદાજે 16થી 17 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છે.

સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કેસ ઘટતાં રાહત થઈ

સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કેસ ઘટતાં રાહત થઈ છે. અમદાવાદ શહેરમાં આંખો આવવાના કેસ સતત વધ્યા ત્યારે મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરો પર આંખોના ટીપાં ખૂટી પડયા હતા, જેના કારણે લોકોને મેડિકલ સ્ટોર્સ પરથી ટીપાં ખરીદી લેવાની સલાહ અપાઈ હતી, બજારમાં કાળા ચશ્માના વેચાણમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આ રોગ પાંચેક દિવસમાં મટી જતો હોય છે. સતત ભેજવાળા વાતાવરણના કારણે આ સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાયો હતો.

Back to top button