ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ચાલતી ટ્રેનમાંથી જલ્દી ઉતરવાની લાહ્યમાં મહિલા સાથે થયું તે જોઇને રૂવાડા બેઠા થઇ જશે – જુઓ વિડીયો

Text To Speech

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના હેડ કોન્સ્ટેબલે ઓડિશા(Odisha)ના ભુવનેશ્વર રેલવે સ્ટેશન(Bhubaneswar Railway Station) પર પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચે ફસાઈ ગયેલી એક મહિલાનો અદ્દભૂત સુજબુજ અને ચપળતાથી જીવ બચાવ્યો હતો. જીવન અને મૃત્યુનાં જંગની આ ઘડીઓ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વિડીયોમાં મહિલા રેલવે સ્ટેશનથી નીકળી રહી હતી ત્યારે સાથી પેસેન્જર સાથે પેસેન્જર ટ્રેનમાંથી નીચે ઉતરતી દેખાઈ રહી છે. ત્યારે જ તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને સ્ટેશન અને ટ્રેન વચ્ચે રહેલી જગ્યામાં ફંસાઈ ગઈ હતી. રેલવે સ્ટેશન પર હાજર આરપીએફ હેડ કોન્સ્ટેબલ એસ મુંડાએ તાત્કાલિક પગલા લઈને આ મહિલાને બચાવી લીધી હતી.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક બહાદુર હેડ કોન્સ્ટેબલે પોતાના જીવની પરવાહ કર્યા વગર મહિલાનો જીવ બચાવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વિડીયો જોઇને હેડ કોન્સ્ટેબલના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ પ્રકારના અનેક વિડીયો પહેલા પણ સામે આવી ચુક્યા છે. જે વિડીયો જોઇને સૌ કોઈના રૂવાડા બેઠા થઇ જતા હોય છે. ત્યારે આ જ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે. જેને જોઇને સૌ લોકોના શ્વાસ અધ્ધર થઇ જશે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Back to top button