ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના બનાવનો આંકડો જાણી રહેશો દંગ
- ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના 13,153 કેસ નોંધાયા
- રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના 41,288 બનાવો બન્યા
- વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના 1.04 લાખ કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના બનાવનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં માર્ગ અકસ્માતના બનાવો વધ્યા છે. તેમજ ગુજરાતમાં 3 મહિનામાં રોજના 454 બનાવ સામે આવ્યા છે. તેથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા એમ્બ્યુલન્સની દોડાદોડ વધી હતી. તેમજ ગુજરાતમાં દારૂ પી વાહન ચલાવવાના વર્ષમાં 13 હજાર કિસ્સા સામે આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: શહેરી વિકાસ સત્તા મંડળ હસ્તકના 9 પ્લોટની ઈ-હરાજી થશે, જાણો રજિસ્ટ્રેશનની તારીખ
રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના 41,288 બનાવો બન્યા
ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના 41,288 બનાવો બન્યા છે, જેમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે, આમ રોજના 454 કોલ્સ મળ્યા છે. માર્ચમાં રોજના 459 કોલ્સ મળ્યા છે, જે ગત વર્ષ 2023ના આ જ અરસામાં 452 કોલ્સ હતા, આમ ગત વર્ષની તુલનાએ 1.70 ટકા જેટલા કેસ વધ્યા છે. વર્ષ 2024ના જાન્યુઆરી મહિનામાં 13,709 કોલ્સ મળ્યા છે. આમ રોજના સરેરાશ 442 અકસ્માતના કોલ્સ આવ્યા છે, જે ગત વર્ષ કરતાં 6 ટકા જેટલા ઓછા છે.
આ પણ વાંચો: અમદાવાદ: વાડીલાલ કેમિકલ કંપની સાથે યુકેની કંપનીના નામે ગઠિયાઓએ રૂ. 1.42 કરોડની ઠગાઈ આચરી
ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના 13,153 કેસ નોંધાયા
ગત વર્ષે 14,635 કોલ્સ હતા એટલે કે રોજના 472 કેસ મળ્યા હતા. ફેબ્રુઆરી 2024ના અરસામાં અકસ્માતના 13,335 કેસ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા છે, એટલે કે રોજના 460 કોલ્સ આવ્યા છે. ગત વર્ષે રોજના 467 કેસ હતા. ગત વર્ષે 108 એમ્બ્યુલન્સને 14,006 કેસ મળ્યા હતા. વર્ષ 2021-22ના સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના 13,153 કેસ નોંધાયા છે, ઓવર સ્પીડના 59,526 કેસ અને હેલમેટના નિયમ ભંગ બદલ 2.17 લાખ કેસ, સીટ બેલ્ટ નહિ પહેરવાના 1.95 લાખ કેસ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના 1.04 લાખ કેસ નોંધાયા હતા.