- પ્રતિદિન 18 વર્ષથી નાની વયની ચાર જેટલી દીકરીઓ ગુમ થઈ
- વડોદરામાં 183 દુષ્કર્મ અને ચાર સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ
- ગુજરાતમાં પ્રતિ દિવસ દુષ્કર્મની પાંચ જેટલી ઘટનાઓ બને છે
ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં મહિલાઓ-છોકરીઓ ગુમ થવાનો આંકડો જાણી ચોંકી જશો. તેમજ ગુજરાતમાં પ્રતિદિન 18 વર્ષથી નાની વયની ચાર જેટલી દીકરીઓ ગુમ થઈ છે. વર્ષ 2020માં 4,984 મહિલાની કોઈ ભાળ મળી નથી. તથા રાજ્યમાં બે વર્ષમાં 3,796 દુષ્કર્મની ઘટના બની છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર
વડોદરામાં 183 દુષ્કર્મ અને ચાર સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ
વડોદરામાં 183 દુષ્કર્મ અને ચાર સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ હતી. ગુજરાતમાં દર રોજ 18 વર્ષથી નાની વયની ચાર દીકરીઓ ગુમ થઈ રહી છે, છેલ્લા ત્રણ વર્ષમાં 13.13 લાખથી વધુ મહિલાઓ-છોકરીઓ ગુમ થઈ છે. દીકરીઓ ગુમ થાય એ સૌથી વધુ ચિંતાનો વિષય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 18 વર્ષથી ઉપરની 41,798 મહિલાઓ ગુમ થઈ છે. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2020માં 4984 જેટલી મહિલાઓની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
ગુજરાતમાં પ્રતિ દિવસ દુષ્કર્મની પાંચ જેટલી ઘટનાઓ બને છે
સરકારી આંકડામાં ફેરફાર કે વિરોધાભાસ હોવાના પણ આક્ષેપો વિપક્ષ દ્વારા કરાઈ રહ્યા છે. ગુજરાતમાં પ્રતિ દિવસ દુષ્કર્મની પાંચ જેટલી ઘટનાઓ બને છે. ગુજરાતમાં વર્ષ 2021માં 1474, વર્ષ 2020માં 1345, વર્ષ 2019માં 1403, વર્ષ 2018માં 1680 અને વર્ષ 2017માં 1528 અઢાર વર્ષથી નાની વયની બાળકીઓ ગુમ થઈ છે. ગુજરાત વિધાનસભામાં માર્ચ 2022માં આંકડા રજૂ કરાયા હતા, જે મુજબ રાજ્યમાં બે વર્ષમાં 3796 દુષ્કર્મની ઘટના બની હોવાનું જણાવાયું છે. બીજી તરફ લોકસભામાં અપાયેલા આંકડા પ્રમાણે પાંચ વર્ષમાં 2633 દુષ્કર્મની ઘટના નોંધાઈ હોવાનું કહેવાયું છે. વિધાનસભા ગૃહના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં બે વર્ષમાં 729 દુષ્કર્મની અને 16 જેટલી ઘટના સામૂહિક દુષ્કર્મની બની છે. સુરત શહેરમાં 508 દુષ્કર્મની અને 5 સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. વડોદરામાં 183 દુષ્કર્મ અને ચાર સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ હતી.