ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હાર્ટને લગતા રોગના કેસનો આંકડો જાણી દંગ રહેશો

Text To Speech
  • હૃદયને લગતી બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થયો
  • ગત વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં વધારો
  • બે મહિનામાં અમદાવાદમા હૃદયની ઈમરજન્સીના 4155 કેસ સામે આવ્યા

ગુજરાતમાં હૃદયને લગતી બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં ઓક્ટોબર-નવેમ્બર એમ બે મહિનામાં હૃદયને લગતી બિમારીના ઈમરજન્સીના 14701 કેસ નોંધાયા છે. આમ આ બે મહિનામાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના પ્રતિ કલાકે 10 કેસ સામે આવ્યા છે.

ગત વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં વધારો

ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 14 ટકા જેટલો વધારો થયો છે. તેમજ ગુજરાતમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 30 ટકા માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. અમદાવાદમાં વર્ષ 2023 ઓક્ટોબરમાં 1987 કેસ, જ્યારે વર્ષ 2024 ઓક્ટોબરમાં 2235 કેસ નોંધાયા હતા. ગત વર્ષના ઓક્ટોબર કરતાં અમદાવાદમાં હૃદયની ઈમરજન્સીના કેસ 12.48 ટકા વધ્યા છે.

બે મહિનામાં અમદાવાદમા હૃદયની ઈમરજન્સીના 4155 કેસ સામે આવ્યા

નવેમ્બર 2023માં 1718 કેસ સામે નવેમ્બર 2024માં હૃદયની ઈમરજન્સીના 1920 કેસ નોંધાયા હતા. બે મહિનામાં અમદાવાદમા હૃદયની ઈમરજન્સીના 4155 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી 77427 વ્યક્તિને હૃદયને લગતી ઈમરજન્સીની સારવાર લેવી પડી છે. જેની સરખામણીએ ગત સમગ્ર વર્ષે 72573 કોલ આવ્યા હતા. આમ, હજુ ડિસેમ્બર મહિનો બાકી છે ત્યાં જ ગત વર્ષ કરતાં હૃદયની ઈમરજન્સીના કેસમાં વધારો થયો છે.

આ પણ વાંંચો: રાજકોટ: લો બોલો, હવે ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાનાં બહાને છેતરપિંડી શરૂ 

Back to top button