- 27,870 કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો
- 7 મહિનામાં 11,324 ઢોર પકડયા તથા રૂપિયા 74 લાખનો દંડ ફટકારાયો
- નવી પોલિસી અમલમાં આવ્યા બાદ 651 જેટલા ઢોરને RFID ચિપ લગાવવામાં આવી
અમદાવાદમાં રખડતા ઢોર મામલે કરાયેલા દંડનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં હાઈકોર્ટની લાલ આંખ બાદ 7 મહિનામાં 11,324 ઢોર પકડયા તથા રૂપિયા 74 લાખનો દંડ ફટકારાયો છે. ત્યારે ઓક્ટોબરમાં 2,249 ઢોર પકડાયા હતા. અને રૂપિયા 14.23 લાખનો દંડ વસૂલ કરાયો છે. મંગળવારે પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ 55 ઢોર સહિત 217 ઢોર પકડાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડાની હાટડીઓ શરૂ થતાં AMCએ સુરક્ષા બાબતે મૂકી આ શરત
27,870 કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો
645 જેટલી ઘાસચારાની ફરિયાદ થઈ છે અને 455 જેટલા ઢોર માલિકો સામે ફરિયાદ થઈ છે. અમદાવાદમાં રખડતા ઢોરને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢયા પછી AMCનો CNCD વિભાગ સક્રિય બન્યો છે. મંગળવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 217 ઢોર પકડવામાં આવ્યા હતા અને 27,870 કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. CNCD વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં કુલ 2,249 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે અને રૂ. 14,23,150નો દંડ વસૂલ કરાયો છે. ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન કુલ 11,324 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે અને રૂ. 74,30,460 દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને 455 જેટલા ઢોર માલિકો સામે ફરિયાદ થઈ છે. નવી પોલિસી અમલમાં આવ્યા બાદ 651 જેટલા ઢોરને RFID ચિપ લગાવવામાં આવી છે.
8610 જેટલી રખડતા ઢોરની ફરિયાદ આવી
CNCD વિભાગ દ્વારા ઉત્તર ઝોનમાં 24, દક્ષિણ ઝોનમાં 50, પૂર્વ ઝોનમાં 55, પશ્ચિમ ઝોનમાં 32, મધ્ય ઝોનમાં 23, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 24 અને દક્ષિણ – પશ્ચિમ ઝોનમાં 9 સહિત કુલ 217 ઢોર પકડવામાં આવ્યા છે અને કુલ 27,870 કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે. શહેરમાંથી ઢોર પકડવા માટે સાત ઝોનમાં 21 જેટલી ટીમો બનાવીને તેમજ અન્ય વિભાગોના અધિકારીઓને HOD તરીકે ઢોર પકડવાની કામગીરી વધુ અસરકારક બનાવવામાં આવી છે. CNCD વિભાગ દ્વારા છેલ્લા 7 મહિનામાં 11,324 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. જે પૈકી એપ્રિલમાં 1,081, મેમાં 1,122, જૂનમાં 920, જુલાઇમાં 1,281 , ઓગસ્ટમાં 1,351, સપ્ટેમ્બરમાં 3,320 અને ઓક્ટોબરમાં 2,032 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. CNCD વિભાગે પકડેલા ઢોર પૈકી 1,276 જેટલા ઢોર પશુમાલિકો છોડાવી ગયા છે અને 6,095 જેટલા ઢોર શહેરની બહાર મોકલી આપવામાં આવ્યા છે. છેલ્લાં 7 મહિનામાં રૂ.74,30,460 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 8610 જેટલી રખડતા ઢોર ની ફરિયાદ આવી છે. 645 જેટલી ઘાસચારાની ફરિયાદ થઈ છે અને 455 જેટલા ઢોર માલિકો સામે ફરિયાદ થઈ છે.