ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી ઉઘરાવેલા દંડનો આંકડો જાણી રહેશો દંગ

  • વિવિધ ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષમાં 186 કરોડથી વધુનો દંડ સરકારને ભર્યો
  • વાહન ચાલકો પાસેથી કરાતાં ઉઘરાણામાં જ સરકારની તિજોરી છલકાઈ
  • માંડવાળ કેસોની સંખ્યા 3.66 લાખને પાર થઈ

ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી દંડના ઉઘરાણાં થયા છે. જેમાં 3 વર્ષમાં રૂપિયા 186 કરોડ વસૂલ્યા છે. વર્ષ 2022-23માં ગુજરાતીઓએ દરરોજ રૂપિયા 19.56 લાખનો દંડ ભર્યો છે. ત્રણ વર્ષમાં 3.12 લાખ વાહનો ડિટેઈન કરાયા છે. તથા 6,381 જેટલા લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી 

વિવિધ ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષમાં 186 કરોડથી વધુનો દંડ સરકારને ભર્યો

રજિસ્ટ્રેશન-લાઇસન્સ-વીમા-પીયૂસી વગર વાહન ચલાવવા જેવા કેસમાં કાર્યવાહી થઇ છે. ગુજરાતીઓએ લાઇસન્સ, પીયુસી, વીમો, રજિસ્ટ્રેશન વિના વાહન ચલાવવા તેમજ રોડ સેફ્ટીનું ઉલ્લંઘન કરવા સહિતના વિવિધ ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષમાં 186 કરોડથી વધુનો દંડ સરકારને ભર્યો છે. વર્ષ 2020-21ના અરસામાં 1.05 લાખ કિસ્સામાં માંડવાળ પેટે 47.58 કરોડથી વધુની રકમના ઉઘરાણાં લોકો પાસેથી કરાયા છે જ્યારે વર્ષ 2022-23માં 1.23 લાખ કેસ સાથે 71.42 કરોડની રકમ સરકારી તિજોરીમાં જમા થઈ છે, આમ કોરોનાકાળની સરખામણીએ છેલ્લે સરકારી તિજોરીમાં 66 ટકાથી વધારે રકમ જમા થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો સ્કૂલોના શિક્ષકોને CPR તાલીમ અપાશે 

વાહન ચાલકો પાસેથી કરાતાં ઉઘરાણાંમાં જ સરકારની તિજોરી છલકાઈ

વર્ષ 2021-22માં 1.43 લાખ કેસ સાથે 67.75 કરોડ દંડ વસૂલાયો પણ 2022-23માં કેસની સંખ્યા ઘટીને 1.23 લાખ થઈ તેમ છતાં દંડની રકમ વધીને 71.42 કરોડ થઈ છે. છેલ્લે વર્ષ 2022-23માં ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ ગુજરાતીઓએ દર રોજ 19.56 લાખનો દંડ ભર્યો છે. આમ વાહન ચાલકો પાસેથી કરાતાં ઉઘરાણાંમાં જ સરકારની તિજોરી જોરદાર છલકાઈ છે.

માંડવાળ કેસોની સંખ્યા 3.66 લાખને પાર થઈ

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના કહેવા પ્રમાણે, ઓવરલોડ, ઓવરડાઈમેન્શન, રજિસ્ટ્રેશન, ફિટનેસ, લાયસન્સ, વીમા, પીયુસી વગર વાહન ચલાવવું તદુપરાંત રોડ સેફ્ટી સંબંધિત ગુનાઈત પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 3.12 લાખથી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે જ્યારે 6,381 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. માંડવાળ કેસોની સંખ્યા 3.66 લાખને પાર થઈ છે. એક પણ કિસ્સામાં એફઆઈઆર કરવામાં આવી નથી. આ અરસામાં ગુનાઈત વાહનોની સંખ્યા 5.26 લાખ કરતાં વધારે છે.

Back to top button