અમદાવાદમાં આ વર્ષે રોગચાળાના કેસનો આંકડો જાણી દંગ રહેશો
- શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વધ્યા
- દક્ષિણઝોનના બહેરામપુરા વોર્ડમાં 779 કેસ નોંધાયા
- ડેન્ગ્યૂના સૌથી વધુ 116 કેસ ગોતા વોર્ડમાં નોંધાવા પામ્યા
અમદાવાદમાં આ વર્ષે રોગચાળાના કેસનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વધ્યા છે. તેમાં દક્ષિણઝોનના બહેરામપુરા વોર્ડમાં 779 કેસ નોંધાયા તથા ડેન્ગ્યૂના સૌથી વધુ 116 કેસ ગોતા વોર્ડમાં નોંધાવા પામ્યા છે. સ્માર્ટસિટીની ઓળખ ધરાવતુ અમદાવાદ શહેર બીમાર બન્યુ છે. આ વર્ષની શરુઆતથી અત્યાર સુધીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના 20 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં ઝાડા ઉલટીના સૌથી વધુ 3152 કેસ નોંધાયા છે.
દક્ષિણઝોનના બહેરામપુરા વોર્ડમાં 779 કેસ નોંધાયા
ઉત્તરઝોનમાં આવેલા સરસપુર-રખિયાલ વોર્ડમાં ઝાડા ઉલટીના 850 તથા દક્ષિણઝોનના બહેરામપુરા વોર્ડમાં 779 કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચામાં વિપક્ષનેતાએ જણાવ્યું છે કે શહેરના સર્વાંગી વિકાસની વાતો વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ તરફથી અવારનવાર કરવામા આવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરીજનોને એક સમય પીવાનુ ચોખ્ખુ પાણી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પુરુ પાડી શકતુ નથી.
ડેન્ગ્યૂના સૌથી વધુ 116 કેસ ગોતા વોર્ડમાં નોંધાવા પામ્યા
આ કારણે શહેરના અનેક વોર્ડ વિસ્તારમા રહેતા લોકો પ્રદૂષિત પાણી પી વિવિધ બીમારીનો ભોગ બની રહયા છે. આ તબક્કે શાસકપક્ષ તરફથી કોઈ દલીલ કરવા કે જવાબ આપી શકવાની સ્થિતિમાં ન હતુ. તેમજ મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના સૌથી વધુ 116 કેસ ગોતા વોર્ડમાં નોંધાવા પામ્યા છે.