ગુજરાતમાં છેલ્લા બે માસમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસનો આંકડો જાણી દંગ રહેશો
- રાજ્યમાં 1.18 કરોડ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ થયા
- છેલ્લા બે માસમાં રાજ્યમાં હેલ્મેટ વગરના 1.55 લાખ કેસ થયા
- સીટ બેલ્ટ વગરના 73 હજાર, ઓવર સ્પીડના 51 હજાર કેસ કરાયા
ગુજરાતમાં છેલ્લા બે માસમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસનો આંકડો જાણી દંગ રહેશો. તેમજ બે માસમાં હેલ્મેટ વિનાના દોઢ લાખ સિગ્નલ ભંગના 1.37 લાખ કેસ થયા છે. અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફ્કિ પોલીસ, આરટીઓ અને પોલીસ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓેને ફ્ટકાર લગાવ્યા બાદ રાજય સરકાર તરફ્થી એફિડેવીટ રજૂ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: ખાદ્યતેલના ભાવમાં વધારો, સપ્તાહમાં 15 કિલોએ રૂપિયા 400 વધ્યા
છેલ્લા બે માસમાં રાજ્યમાં હેલ્મેટ વગરના 1.55 લાખ કેસ થયા
જેમાં રજૂ થયેલી માહિતી મુજબ, છેલ્લા બે માસમાં રાજ્યમાં હેલ્મેટ વગરના 1.55 લાખ, સીટ બેલ્ટ વગરના 73 હજાર, ઓવર સ્પીડના 51 હજાર, સિગ્નલ ભંગના 1.37 લાખ, દારૂ પીને વાહન ચલાવવાના 4,351 કેસ અને વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગના 47 હજાર કેસ નોંધાયા છે. ઓગસ્ટ માસમાં વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયા હોય તેવા 40 હજાર જેટલા કેસ, પ્રાઇવેટ વાહનોમાં મુસાફરીના 5584 કેસ, રોંગ સાઇડ ડ્રાઇવિંગના 20 હજાર જેટલા કેસ, અનધિકૃત પાર્કિગના 48 હજાર કેસ, શહેરી વિસ્તારોમાં પ્રતિબંધિત સમયે ભારે વાહનોના પ્રવેશના 3 ,463 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 1.18 કરોડ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ થયા
રાજ્યમાં 1.18 કરોડ ડ્રાઈવિંગ લાયસન્સ, વર્ષે 8%નો વધારો થયો છે. રાજ્યમાં 1.18 કરોડ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ થયા છે. જેમાં દર વર્ષે 7થી 8 ટકાનો વધારો થઇ રહ્યો છે. વર્ષ 2023-24માં મોટર વ્હિકલ ટેક્સથી 963 કરોડની આવક થઈ છે. ITI અને પોલીટેકનિક લર્નિંગ લાયસન્સ આપી શકે છે. જૂનું વ્હીકલ સ્ક્રેપ કરાવતા નવા વ્હીકલ પર ટેક્સ બેનિફ્ટિ આપવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે. જે RTO ઓફ્સિ અને epariwahan સેવા પોર્ટલને કનેક્ટ કરશે. તેના દ્વારા ફ્લ્ડિ ઓફ્સિરો પર મોનિટરિંગ રખાશે.