ગુજરાત

ગુજરાતમાં કુદરતી આફતમાં સાડા ત્રણ મહિનામાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • બિપોરજોય વાવાઝોડા વખતે પણ ગુજરાતને નુકસાનીનો સામનો કરવો પડયો
  • ભારે વરસાદ સહિતના કારણસર ખેડૂતોને મોટી નુકસાની થઈ
  • વરસાદ-પૂર સહિતની કુદરતી આફતમાં કુલ 108 લોકોનાં મોત થયા

ગુજરાતમાં કુદરતી આફતમાં સાડા ત્રણ મહિનામાં મોતનો આંકડો જાણી દંગ રહેશે. જેમાં રાજ્યમાં વરસાદ-પૂર સહિતની કુદરતી આફતમાં સાડા ત્રણ માસમાં 108નાં મોત થયા છે. તેમજ 14,333 હેક્ટર વિસ્તારમાં ખેતી પાકને નુકસાની થઈ છે. તેમજ વીજળી પડવાના કારણે 33, ભારે પૂર-ડૂબી જવાથી 25 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકાર લાવી શકે છે આ નિયમ 

ભારે વરસાદ સહિતના કારણસર ખેડૂતોને મોટી નુકસાની થઈ

ભારે વરસાદ સહિતના કારણસર ખેડૂતોને મોટી નુકસાની થઈ છે. ગુજરાતમાં વરસાદ-પુર સહિતની કુદરતી આફતના કારણે છેલ્લા સાડા ત્રણ મહિનાના અરસામાં 108 લોકોને જીવ ગુમાવવા પડયા છે. બિપોરજોય વાવાઝોડા વખતે પણ ગુજરાતને નુકસાનીનો સામનો કરવો પડયો હતો, ગુજરાતમાં કુલ 108 લોકોનાં મોત થયા છે, જે પૈકી વીજળી પડવાના કારણે 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, ભારે પૂર કે ડૂબી જવાના કારણે 25 અને અન્ય કારણસર 50 લોકોનાં મોત નોંધાયા છે. પહેલી એપ્રિલ 2023થી 16મી જુલાઈ 2023ની સ્થિતિએ ગુજરાતમાં પૂર-વાવાઝોડા સહિતના કારણે 14,333 હેક્ટરમાં ખેતી પાકને નુકસાન થયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આંખોનો રોગ વધ્યો, વાઈરલ કન્ઝક્ટિવાઈટિસને લઈ આરોગ્ય વિભાગે આપી સલાહ

વરસાદ-પૂર સહિતની કુદરતી આફતમાં કુલ 108 લોકોનાં મોત થયા

સૂત્રો કહે છે કે, ભારે પૂરની સ્થિતિ અને ડૂબી જવાના કારણે ગુજરાતમાં 25 લોકોનાં મોત થયા છે. અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 10 આસપાસ છે, જેમાં સૌરાષ્ટ્ર-ક્ચ્છ સામેલ છે. બે વ્યક્તિ ગુમ છે, જેમનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી, આ ઉપરાંત 199 લોકોને વિવિધ કારણસર આ કુદરતી આફતમાં ઈજા પહોંચી છે, જેમાં થાંભલો પડવા, લપસી જવા સહિતના વિવિધ કારણો જવાબદાર છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 311 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે જ્યારે 19,409 મકાનોને આંશિક નુકસાન થયું છે.

Back to top button