ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ‘સાઈલન્ટ કિલર’ હિપેટાઈટિસ-બીને કારણે 5 વર્ષમાં મોતનો આંકડો જાણી દંગ રહેશો

Text To Speech
  • હિપેટાઇટિસ ‘બી’થી લિવરના કેન્સર થવાનું જોખમ પણ રહે છે
  • હિપેટાઇટિસ-બીથી મૃત્યુમાં પાંચ વર્ષમાં છ ગણો વધારો
  • સમગ્ર દેશમાં પણ હિપેટાઇટિસ ‘બી’ થી થતાં મૃત્યનું પ્રમાણ વધવા લાગ્યું

ગુજરાતમાં હિપેટાઇટિસ ‘બી’ના કેસ અને તેનાથી થતાં મૃત્યુમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 474 વ્યક્તિના હિપેટાઇટિસ ‘બી’ના કારણે મૃત્યુ થયા છે. આ પૈકી એપ્રિલથી ડિસેમ્બર 2024 એમ 9 મહિનામાં જ 95 વ્યક્તિએ હિપેટાઇટિસ ‘બી’ ને કારણે જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વ્યક્તિના હિપેટાઇટિસ ‘બી’થી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને છે.

ગુજરાતમાં હિપેટાઇટિસ ‘બી’થી 2019-20માં 21 વ્યક્તિના મૃત્યુ થયા

ગુજરાતમાં હિપેટાઇટિસ ‘બી’થી 2019-20માં 21 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જેની સરખામણીએ 2023-24માં મૃત્યુનું પ્રમાણ વધીને 132 થઈ ગયું હતું. આમ હિપેટાઇટિસ ‘બી’થી થતાં મૃત્યુમાં 5 વર્ષમાં 6 ગણો વધારો થયો છે. સમગ્ર દેશમાં પણ હિપેટાઇટિસ ‘બી’ થી થતાં મૃત્યનું પ્રમાણ વધવા લાગ્યું છે. 2019-20માં 173, 2020-21માં 139, 2021-22માં 323, 2022-23માં 515, 2023-24માં 972 જ્યારે 2024-25માં એપ્રિલથી ડિસેમ્બર સુધી 607 વ્યક્તિનાહિપેટાઇટિસ ‘બી’ થી મૃત્યુ થયા હતા.

હિપેટાઇટિસ ‘બી’થી લિવરના કેન્સર થવાનું જોખમ પણ રહે છે

જાણકારોના મતે, આપણા દેશમાં હિપેટાઇટિસ બી, સી, ડી, એનું આટલું પ્રચલિત થવાનું કારણ એ છે કે લોકોમાં તેના વિશે કોઈ જાગૃતિ નથી. હિપેટાઇટિસ ‘બી’ સંક્રમિત વ્યક્તિ સાથેના જાતિય સંબંધ, માતા-પિતામાં હોય તો નવજાત બાળકને, રક્ત ચઢાવતી વખતે યોગ્ય પરિક્ષણ કરાવાયું ના હોય તો તેનાથી થઈ શકે છે. હિપેટાઇટિસ ‘બી’થી લિવરના કેન્સર થવાનું જોખમ પણ રહે છે. આ ઉપરાંત તે વકરી જાય તો લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ બાદ ગરમીનો ‘પારો’ વધશે! જાણો હવામાન વિભાગની અપડેટ

Back to top button