ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઓવર સ્પીડિંગને લીધે અકસ્માતમાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

  • ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં નવ લોકોનાં મોતની ઘટનાએ અરેરાટી મચાવી
  • રાજ્યમાં વર્ષ 2022માં ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્માતની ઘટના બની
  • રોંગ સાઈડ ડ્રાઈવિંગના 106 અકસ્માતમાં 62 વ્યક્તિના મોત થયા

ગુજરાતમાં ઓવર સ્પીડિંગને લીધે 3,319 અકસ્માતમાં 1,991 લોકો મોતને ભેટયા છે. જેમાં રોડ સેફ્ટી ઓથોરિટીનો વર્ષ 2022નો લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં દારૂ અથવા તો ડ્રગ્સના નશાની હાલતમાં અકસ્માતના 8 બનાવ બન્યા છે. તેમજ વિવિધ વિભાગો અંતર્ગત આવતા નેશનલ હાઈવે પર 7 કેસમાં 2નાં મોત થયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારમાં થશે જળબંબાકાર 

ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં નવ લોકોનાં મોતની ઘટનાએ અરેરાટી મચાવી

એસજી હાઈવે ખાતે ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં નવ લોકોનાં મોતની ઘટનાએ અરેરાટી મચાવી છે, ઓવર સ્પીડના કારણે આ અકસ્માત સર્જાયો હતો, ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્માતની ઘટના બની હતી, જેમાં 1,991 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં એકંદરે 2022માં 15,751 અકસ્માતની ઘટના બની હતી, જેમાં 7,618 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં વર્ષ 2022માં ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્માતની ઘટના બની

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના લેટેસ્ટ ડેટા પ્રમાણે ઓવર સ્પીડિંગના કારણે 3,319 અકસ્માતમાં 1,991 લોકોનાં મોત થયા છે, તે પૈકી નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવતાં નેશનલ હાઈવે પર 2,663 અકસ્માતની ઘટના બની છે, જેમાં 1,673 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. એ જ રીતે સ્ટેટ પીડબ્લ્યુડી અંતર્ગતના નેશનલ હાઈવે પર 603 અકસ્માત થયા છે, જેમાં 286 મોત થયા છે, અન્ય વિભાગો અંતર્ગત આવતાં નેશનલ હાઈવે પર 53 અકસ્માતમાં 32 વ્યક્તિનાં મોત થયા છે. આ ડેટા પ્રમાણે રોંગ સાઈડ ડ્રાઈવના 106 અકસ્માત કેસમાં 62 લોકોએ જીવ ગુમાવ્યો છે. દારૂ કે ડ્રગ્સના સેવન સાથે ડ્રાઈવિંગના અકસ્માતના 8 બનાવોમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.

રોંગ સાઈડ ડ્રાઈવિંગના 106 અકસ્માતમાં 62 વ્યક્તિના મોત થયા

તદુપરાંત રોંગ સાઈડ ડ્રાઈવિંગના 106 અકસ્માતમાં 62 વ્યક્તિના મોત થયા છે, જે પૈકી નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના નેશનલ હાઈવે ઉપર 80 અકસ્માતમાં 43 મોત, સ્ટેટ પીડબ્લ્યુડીના નેશનલ હાઈવે પર 24 અકસ્માતમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે વાહન ઉપર મોબાઈલ ફોનના ઉપયોગના કારણે ચાર અકસ્માતનના બનાવો બન્યા હતા, જેમાં ત્રણ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અન્ય કારણસર થયેલા 98 અકસ્માતના કેસમાં 49 વ્યક્તિના મોત થયા છે, જે પૈકી નેશનલ હાઈવે પર 43 ઘટના બની છે અને 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, સ્ટેટ હાઈવે પર 48 અકસ્માતની ઘટના બની છે, જેમાં 26 મૃત્યુ નોંધાયા છે અને વિવિધ વિભાગો અંતર્ગત આવતા નેશનલ હાઈવે પર 7 કેસમાં 2નાં મોત થયા છે.

Back to top button