ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ના કેસનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • દેશમાં નવા વેરિએન્ટના સૌથી વધુ કેસ મામલે ગુજરાત સાતમા ક્રમે
  • ગુજરાતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 61ને પાર થઈ
  • હાલ સ્વાઈન ફલૂ અને ન્યુમોનિયાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે

ગુજરાતના કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ના કેસનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં રાજ્યમાં કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના કેસ 80ને પાર થયા છે. તેમાં 24 કલાકમાં નવા 11 દર્દી નોંધાયા છે. તેમજ એક્ટિવ કેસ 61 છે. સ્વાઈન ફલૂ, ન્યુમોનિયા, વાઈરલ ઈન્ફેક્શનનો રાફડો ફાટ્યો છે.

આ પણ વાંચો: ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ, જાણો માવઠાની અંબાલાલ પટેલે શું કરી આગાહી 

દેશમાં નવા વેરિએન્ટના સૌથી વધુ કેસ મામલે ગુજરાત સાતમા ક્રમે

ઉલ્લેખનીય છે કે ગુજરાતના કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ના કેસો 80ને પાર થયા છે. દેશમાં નવા વેરિએન્ટના સૌથી વધુ કેસ મામલે ગુજરાત સાતમા ક્રમે છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ 451 કેસ અને બીજા ક્રમે કર્ણાટકમાં 399 કેસ નોંધાયા છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11 કેસ સામે આવ્યા છે, નવ દર્દી સાજા થતાં કોવિડ મુક્ત થયા છે, આ સાથે જ ગુજરાતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 61ને પાર થઈ છે.

આ પણ વાંચો: જુનાગઢ પોલીસ તોડકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ 

હાલ સ્વાઈન ફલૂ અને ન્યુમોનિયાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે

ગુજરાતમાં અત્યારે કોરોના એકંદરે નિયંત્રણમાં છે, અલબત્ત, સ્વાઈન ફલૂ અને ન્યુમોનિયાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. શરદી ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસ વધુ સામે આવતાં હોઈ હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગી રહી છે. તબીબોનું કહેવું છે કે, જેમને ગંભીર પ્રકારની બીમારી છે તેવા લોકોએ તકેદારી રાખવી જોઈએ, આવા લોકોએ જાહેરમાં માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોરોનાના જે પોઝિટિવ દર્દી આવી રહ્યા છે તેઓ મોટે ભાગે હોમ આઈસેલટમાં રહીને સાજા થઈ રહ્યા છે, કારણ કે નવા વેરિએન્ટની તીવ્રતા હાલ ઘાતક નથી.

Back to top button