- હૃદય રોગના હુમલામાં યુવાનોના મોતને લઈ લોકોમાં ચિંતાનો માહોલ
- વર્ષ 2021માં ગુજરાતમાં 2948 જેટલા લોકોનાં મોત થયા
- વર્ષ 2022માં 2529 પુરુષ, 324 મહિલાએ જીવ ગુમાવ્યા
ગુજરાતમાં હાર્ટ એટેકથી આકસ્મિક મોતનો એક વર્ષનો આંકડો જાણી દંગ રહેશો. રાજ્યમાં હૃદયના ધબકારા અચાનક બંધ થતાં એક વર્ષમાં 2,853નાં મોત થયા છે. હૃદયરોગથી આકસ્મિક મોતમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે તેમ NCRBનો રિપોર્ટ છે. વર્ષ 2022માં 2529 પુરુષ, 324 મહિલાએ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો: હિંડનબર્ગના નુકસાનને રિકવર કરવા અદાણીની મોટી યોજનાની જાહેરાત
વર્ષ 2021માં ગુજરાતમાં 2948 જેટલા લોકોનાં મોત
હૃદય રોગના હુમલામાં યુવાનોના મોતને લઈ લોકોમાં ચિંતાનો માહોલ છે. આ તબક્કે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)નો એક્સિડેન્ટલ ડેથનો વર્ષ 2022નો લેટેસ્ટ રિપોર્ટ જાહેર થયો છે, આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2022માં હૃદય રોગના કારણે 2,853 લોકોનાં આકસ્મિક મોત થયા છે, 2853 મોત પૈકી 2529 પુરુષ અને 324 મહિલાનો સમાવેશ થાય છે. એકંદરે ગુજરાતમાં હૃદયરોગના હુમલાથી રોજના 8 જેટલા લોકોનાં મોત થયા છે. હૃદય રોગના હુમલામાં આક્સ્મિક મોત મામલે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે, પહેલા ક્રમે 12,591 લોકો કે દર્દીનાં મોત મહારાષ્ટ્ર જ્યારે 3993 મોત સાથે કેરાલા બીજા ક્રમે આવે છે. ગત વર્ષ 2021માં ગુજરાતમાં 2948 જેટલા લોકોનાં મોત થયાનું જાહેર કરાયું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં વાહનનું કાચું લાઇસન્સ લેનાર 50 ટકાથી વધુ મહિલાઓ ડ્રાઇવિંગ ટેસ્ટ નથી આપતી
કઈ ઉંમરના હૃદયરોગના કેટલા કેસ?
દેશમાં હૃદય રોગની ઘટનાના જે કેસ નોંધાયા છે તેમાં 30થી 45 વર્ષની વયના 9722, 45થી 60 વર્ષની વયના 12,290 અને 60 વર્ષ કે તેથી વધુ વયના 7069 કેસ નોંધાયા છે. વિવિધ આકસ્મિક ઘટનામાં ગુજરાતમાં 228 લોકોનાં મોત થયાં છે. ગુજરાતમાં વર્ષ 2022માં અન્ય કારણસર આકસ્મિક મોતની ઘટનામાં 228 લોકોનાં મોત થયા છે, જે પૈકી 183 પુરુષ અને 45 મહિલા સામેલ છે. અન્ય આક્સ્મિક મોતની ઘટનામાં દેશમાં કુલ 24,243 લોકોનાં મોત નોંધાયા છે.