ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં પાંચ વર્ષમાં મહિલાઓના ગર્ભપાતનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે
  • વર્ષ 2021-22માં ગુજરાતમાં 30,187 મહિલાઓનું ગર્ભપાત થયું
  • ગુજરાતમાં એક હજાર પુરુષે 919 મહિલાનો રેશિયો છે

ગુજરાતમાં પાંચ વર્ષમાં મહિલાઓના ગર્ભપાતનો આંકડો જાણી દંગ રહી જશો. જેમાં રાજ્યમાં 5 વર્ષમાં 1.71 લાખથી વધુ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો છે. આધુનિકતામાં સ્ત્રીભ્રૂણ હત્યાઓ સમાજની કડવી વાસ્તવિકતા બની છે. જેમાં ફેમિલી પ્લાનિંગ-સારવારનો અભાવ સહિતના કારણ પણ જવાબદાર છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ 

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે

વર્ષ 2021-22માં ગુજરાતમાં 30,187 મહિલાઓનું ગર્ભપાત થયું છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં 1.71 લાખથી વધુ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું છે, આ આંકડા વિધિવત્ રીતે નોંધાયેલા છે, બીજી બાજુ નહિ નોંધાયેલા આંકડા પણ મોટી સંખ્યામાં હશે, આ બાબત ચિંતાજનક છે. ગુજરાતમાં વર્ષ 2016-17માં 28,204, વર્ષ 2017-18માં 42,391, વર્ષ 2018-19માં 41,833, વર્ષ 2019-20માં 28,660 અને વર્ષ 2021-22માં 30,187 મહિલઓએ ગર્ભપાત કરાવ્યા છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આંખો આવવાના એટલે કે વાયરલ રોગનું કારણ આવ્યું સામે 

ગુજરાતમાં એક હજાર પુરુષે 919 મહિલાનો રેશિયો છે

ગુજરાતમાં એક હજાર પુરુષે 919 મહિલાનો રેશિયો છે, કેન્દ્રના આ આંકડા અંગે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટી સંખ્યામાં થઈ રહેલા ગર્ભપાત અંગે યોગ્ય તપાસ થવી જોઈએ, આધુનિકતાની વાતો વચ્ચે સ્ત્રીભૃણ હત્યાઓ પણ સમાજની કડવી વાસ્તવિકતા છે. ગર્ભના ભૃણનું લિંગ પરીક્ષણ કરવું કે કરવા માટે અનુરોધ કરવો બંને ગંભીર ગુનો છે. જેન્ડર રેશિયોમાં ગુજરાત પાછળ છે. નબળી આર્થિક સ્થિતિ, શારીરિક બીમારી, ગર્ભમાં બાળકમાં ઓછો વિકાસ, ફેમિલી પ્લાનિંગનો અભાવ, પ્રેગ્નન્સી વખતે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવી, સામાજિક કારણો સહિતના અન્ય કારણસર ગર્ભપાત કરાવવામાં આવે છે.

Back to top button