ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસના દર્દીઓમાં વધારો, આંકડો જાણી દંગ રહેશો
- સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5.35 લાખ સાથે મોખરે
- અમદાવાદમાં ટીબીના સૌથી વધુ કેસ સામે આવ્યા
- અમદાવાદ ગ્રામ્યમાંથી ટીબીના કુલ 2989 કેસ છે
ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસના દર્દીઓમાં વધારો થયો છે. જેમાં આંકડો જાણી દંગ રહેશો. ચાલુ વર્ષે 1.11 લાખ કેસથી ખળભળાટ મચ્યો છે તેમા દરરોજ સરેરાશ 380 દર્દી આવે છે. ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી.
ટીબીના કારણે દરરોજ સરેરાશ 16 વ્યક્તિના મૃત્યુ થાય છે
આ વર્ષે અત્યાર સુધીમાં જ 1.11 લાખથી વધુ ટીબીના કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 380થી વધુ ટીબીના નવા કેસ સામે આવે છે. દેશમાં આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5.35 લાખ સાથે મોખરે છે. આ ઉપરાંત વર્ષ 2019થી 2023 દરમિયાન ટીબી સામે 31,600 લોકોએ જીવ ગુમાવ્યો છે. ટીબીના કારણે દરરોજ સરેરાશ 16 વ્યક્તિના મૃત્યુ થાય છે.
અમદાવાદમાં ટીબીના સૌથી વધુ કેસ સામે આવ્યા
રાજ્યમાં 19મી ઓક્ટોબર 2024 સુધીમાં ટીબીના 75,461 દર્દી સરકારી હોસ્પિટલોમાં નોંધાયા છે, જ્યારે 35,735 દર્દી ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે. ગુજરાતમાંથી સૌથી વધુ 12,715 કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાંથી 8830 દર્દી સરકારી હોસ્પિટલમાં, જ્યારે 3885 દર્દી ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે.
બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાંથી ટીબીના કુલ 2989 કેસ છે
બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાંથી ટીબીના કુલ 2989 કેસ છે. આમ, અમદાવાદ જિલ્લામાંથી જ 15,704 દર્દીનો સમાવેશ થાય છે. એકંદરે કહેવામાં આવે તો ગુજરાતમાંથી નોંધાતા ટીબીના કેસમાંથી 15 ટકા જેવા માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં સુરત મ્યુનિસપલ કોર્પોરેશન 9289 સાથે બીજા સ્થાને છે. જ્યારે દાહોદ 7917 સાથે ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો: અમદાવાદ: ડ્રાફટ ટી.પી.સ્કીમ અંતર્ગત AMCને વિવિધ હેતુ માટેના 239 પ્લોટ મળશે