- જાહેર-શૌચાલયોની સફાઈ માટે સવા બે કરોડનો તોતીંગ ખર્ચ
- કરોડોનો ખર્ચે જાહેર-શૌચાલયોની સફાઈ થશે ખરી
- અત્યારસુધીની એજન્સીઓએ માત્ર લૂંટ જ ચલાવી
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલા બાવન જેટલા જાહેર અને સામૂહિક શૌચાલયના મેઈન્ટેનન્સ કરવા માટે કોર્પોરેશન એજન્સીને વર્ષે દહાડે સવા બે કરોડ જેટલી તગડી રકમ ચૂકવશે. પ્રતિ માસ 18.42 લાખનો ખર્ચ કર્યા પછી પણ આ શૌચાલયોની ખરા અર્થમાં સ્વચ્છતા જળવાશે કે કેમ તે પણ એક સવાલ છે. ભૂતકાળમાં પણ જાહેર શૌચાલયોની સફાઈના બિલો ચૂકવવામાં કોર્પોરેશનની તિજોરી ચોક્કસ સાફ થઈ ગઈ, પણ નાગરિકોને સ્વચ્છ શૌચાલય નસીબ નથી થયા. મોનીટરીંગના અભાવના કારણે અત્યારસુધી શૌચાલયોની સફાઈના નામે એજન્સીઓએ માત્ર લૂંટ જ ચલાવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના સાથે આ રોગે ભરડો લીધો, ત્રણ મહિનામાં 101 કેસ
એટલે અત્યારસુધીની એજન્સીઓએ માત્ર લૂંટ જ ચલાવી
કોર્પોરેશન વિસ્તારમાં 45 જેટલા પબ્લિક અને સાતેક કોમ્યુનિટી ટોઈલેટ આવેલા છે. ઓપન ડેફિકેશન ફરી ગાંધીનગર બનાવવા માટે જુદાજુદા વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં શૌચાલયો બનાવાયા છે. છતાં શહેરમાં ખૂણેખાંચરે ખૂલ્લામાં શૌચક્રિયા આજેપણ થતી જોવા મળે છે. આ જાહેર શૌચાલયોના મેઈન્ટેનન્સ કરવાથી લઈને તેની જાળવણી સહિતની તમામ જવાબદારી એજન્સીને સોંપી દેવામાં આવે છે. આ વખતે ડી.બી. એન્ટરપ્રાઈઝને ટેન્ડર મળ્યું છે. આ ઈજારદારને શૌચાલયોની સફાઈ માટે પ્રતિ માસ 18.42 લાખ રૂપિયા કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: પ્રોફેસરની પાળતુ બિલાડીને ફ્લાઈટમાં જતાં રોકી અને એર ઈન્ડિયાને દંડ થયો
મહિને 18.41 લાખના ખર્ચ પછી પણ નાગરિકોને સ્વચ્છતા મળશે ખરી ?
એક સમયે મ્યુનિ વિસ્તારમાં સફાઈનું કામ કરતી એજન્સી ડીબી એન્ટરપ્રાઈઝને આ વખતે શૌચાલયોની સાફસફાઈનું કામ મેળવવામાં સફળતા મળી છે. કોર્પોરેશન નવા ટેન્ડર પ્રમાણે વર્ષે 2.21 કરોડનો ખર્ચ શૌચાલયોની સફાઈ પાછળ ખર્ચશે. એજન્સીએ આ માટે 14નો મેનપાવર આપવો પડશે. એજન્સીએ ટેન્ડરમાં આ શરત કરી છે. અત્યારસુધી એકેય એજન્સીએ ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણે મેનપાવર રોક્યો નથી. પરંતુ તેને બિલો ચૂકવાતા આવ્યા છે. શૌચાલયોની સફાઈ થાય છે કે નહિ, ત્યાં પાણીની સુવિધા છે કે નહિ, શૌચાલય ખૂલ્લા છે કે નહિ તેની ક્યારેય તપાસ કરાતી નથી. ભૂતકાળમાં ઘણી જગ્યાએ એજન્સી દ્વારા શૌચાલયોને જ તાળાં મારી દીધાની ફરિયાદો ઉઠી છે.
સવા બે કરોડના તોતીંગ ખર્ચ પછી પણ જાહેર-શૌચાલયોની સફાઈ થશે કે તિજોરીની
કોર્પોરેશનનું જવાબદાર તંત્ર આ દિશામાં ક્યારેય આકસ્મિક તપાસ કરતું નથી. આથી એજન્સીને બખ્ખા જ પડી જાય છે. સ્વચ્છતા સર્વેક્ષણ સમયે કેટલાક ચોક્કસ શૌચાલયોની સાફસફાઈનું નાટક કરાતું. બાકી આ ટેન્ડરમાં ફિનાઈલ, એસિડ, સાબુ સહિતની ચીજવસ્તુઓનો પણ ઉપયોગ તેઓ શૌચાલયોની સાફસફાઈ માટે કરશે તેવું દર્શાવેલું હોય છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે, જાહેર શૌચાલયો લાખોના ખર્ચ પછી પણ સાફસુથરા નથી જોવા મળતા. તો આ બાબતે જવાબદારી કોની રહેશે તે પણ નક્કી થવી જરૂરી છે.