ગુજરાત

અમદાવાદમાં શ્વાનનો ત્રાસ નિવારવા માટે ત્રણ વર્ષના ખર્ચનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • કુતરાની સંખ્યામાં અને કુતરા કરડવાની ફરિયાદોમાં વધારો થયો
  • AMC દ્વારા કુતરાની ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી
  • 6 વર્ષમાં કુતરા કરડવાની 41,060 ફરિયાદો મળી

અમદાવાદમાં શ્વાનનો ત્રાસ નિવારવા માટે ત્રણ વર્ષના ખર્ચનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં કુતરાના ખસીકરણ પાછળ 3 વર્ષમાં 9 કરોડનું આંધણ કરાયુ છે. 6 વર્ષમાં કુતરા કરડવાની 41,060 ફરિયાદો મળી છે.

આ પણ વાંચો: 3 વર્ષમાં ગુજરાતના પાંચ લાખ ઘરો પર રૂફટોપ સોલાર લાગ્યા : ઊર્જા અને નાણા મંત્રી કનુ દેસાઈ

કુતરાની સંખ્યામાં અને કુતરા કરડવાની ફરિયાદોમાં વધારો થયો

કુતરાની સંખ્યામાં અને કુતરા કરડવાની ફરિયાદોમાં વધારો થયો છે. 2023-24ના વર્ષમાં અત્યાર સુધીમાં કુતરા કરડવાની 7,582 ફરિયાદો મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કૂતરાંનો ત્રાસ નિવારવા માટે ત્રણ વર્ષમાં રૂ. 9 કરોડ, 19 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કૂતરાં કરડવા અંગેની ફરિયાદો વધીને 20,249 થઈ છે. આમ, ત્રણ વર્ષમાં રૂ. 9 કરોડ, 19 લાખથી વધુ રકમનો કરાયેલો ખર્ચ એળે ગયો છે અને કુતરાની સંખ્યામાં અને કુતરા કરડવાની ફરિયાદોમાં થયેલા વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં વધારો, ગૃહ વિભાગે લીધો નિર્ણય

AMC દ્વારા કુતરાની ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી

કુતરાના ખસીકરણ અને કુતરા કરડનારને અપાતી એન્ટિ રેબિક્સ વેક્સિન (ARV) પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં શહેરમાં કુતરાનો ત્રાસ યથાવત રહ્યો છે. 2021-22થી 2023-24 સુધીના સમયગાળામાં કુતરા કરડવાની કુલ 20,249 ફરિયાદો મળી છે. જ્યારે 2018-19થી 2023-24 સુધીના 6 વર્ષના સમયગાળામાં કુતરા કરડવાની કુલ 41,060 ફરિયાદો મળી છે. AMC દ્વારા 2022-23માં કુતરા પાછળ રૂ. 4 કરોડ, 43 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે 2023-24માં અત્યાર સુધીમાં રૂ. 2 કરોડ, 71 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને 2022-23માં કુતરા કરડવા અંગેની 8,509 ફરિયાદો મળી હતી. જ્યારે 2023-24ના વર્ષમાં અત્યાર સુધીમાં કુતરા કરડવાની 7,582 ફરિયાદો મળી છે. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરીને AMC દ્વારા કુતરાની ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવે છે.

Back to top button