ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વર્ષ 2023માં હૃદયરોગના કેસ જાણી રહેશો દંગ

Text To Speech
  • નાની ઉંમરના લોકોમાં હૃદયરોગની ઘટના વધી રહી છે
  • 2022 અમદાવાદમાં ઇમરજન્સીના 12.87 લાખ કોલ 108ને મળ્યા
  • 2023 108 ઇમરજન્સીને અકસ્માતના 1.55 લાખ કોલ મળ્યા

અમદાવાદમાં વર્ષ 2023માં હૃદયરોગના કેસ વધ્યા છે. જેમાં108 ઇમરજન્સીને અકસ્માતના 1.55 લાખ કોલ મળ્યા છે. તેમજ 108 ઇમરજન્સીને હૃદયરોગના 71000 કોલ મળ્યા છે. ગત વર્ષે ઇમરજન્સીના 12.87 લાખ કોલ 108ને મળ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતની ઠંડીમાં ઘટાડો, જાણો કયા શહેરમાં સૌથી ઓછું તાપમાન રહ્યું

નાની ઉંમરના લોકોમાં હૃદયરોગની ઘટના વધી રહી છે

રાજ્યમાં સતત હૃદયરોગથી લઈ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા થોડાં સમયથી નાની ઉંમરના લોકોમાં હૃદયરોગની ઘટના વધી રહી છે. આ વચ્ચે વર્ષ દરમિયાન અમદાવાદમાં 108 ઇમરજન્સીને અકસ્માતના 1.55 લાખ કોલ મળ્યા હોવાની વિગતો આવી છે જ્યારે 108 ઇમરજન્સીને હૃદયરોગના 71000 કોલ મળ્યા છે. વર્ષ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સંબધિત સેવા માટે 108 ઇમરજન્સી દોડતી રહે છે. જેમાં કોઈ પણ સ્થાનો પર લોકોને કોઈ પણ પરિસ્થિતિમાં સેવા આપવા માટે હંમેશા તત્પર હોય છે. જેમાં એક વર્ષમાં અલગ અલગ ઇમરજન્સીના માત્ર અમદાવાદમાં જ 13.57 લાખ કોલ મળ્યા હોવાના આંકડા સામે આવ્યા છે.

2022 અમદાવાદમાં ઇમરજન્સીના 12.87 લાખ કોલ 108ને મળ્યા

જો આ સરખામણી 2022 ના વર્ષ સાથે કરવામાં આવે તો ગત વર્ષે અમદાવાદમાં ઇમરજન્સીના 12.87 લાખ કોલ 108ને મળ્યા હતા. જેની સામે આ વખતે 70 હજારથી વધુ કોલ મળ્યા છે. જેમાં લોકોને હૃદય રોગ સંબધિત તેમજ અકસ્માત સંબંધિત કોલમાં વધારો જોવા મળ્યો છે. શ્વાસમાં તકલીફના 92286 કોલ 108 ને મળ્યા છે. આ સાથે જ 108 ઇમરજન્સી સેવા દિવાળીની સીઝનમાં ઈમરજન્સી કોલમાં વધારો થાય હતો. પાછલા વર્ષના વલણના આધારે આ વર્ષે દિવાળીના દિવસે 9.06 ટકા, નવું વર્ષ 23.30 ટકા અને ભાઈબીજ 22.24 ટકા કેસોમાં વધારો જોવા મળ્યો હતો

Back to top button