એજ્યુકેશનગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીએ તેની ફીમાં કર્યો તોતિંગ વધારો, જાણીને ચોંકી જશો

Text To Speech

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે અભ્યાસ કરવો મોંઘો પડી રહેશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેની ફીમાં 500 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓને વધુ એક બોજ પડશે.

ગુજરાત યુનિવર્સિટી ફીમાં વધારો

મહત્વનું છે કે ગુજરાતની મોટી યુનિવર્સિટી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનો પણ તેમાં સમાવેશ છે. ત્યારે આ યુનિવર્સિટી દ્વારા વિવિધ ફીમાં વધારો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓના કિસ્સા પર એક મોટો બોજ પડશે.

ગુજરાત યુનિવર્સિટીની ફીમા વધારો-humdekhengenewas

જાણો શેમાં કેટલે વધારો કરાયો

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 500 ટકા ફીનો વધારો કરવામાં આવ્યો છે. જેમા માર્કશીટ વેરિફિકેશનના રુ. 50 ફીના 404, માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટનની ફીમાં પણ વધારો કરાયો છે. તેમજ ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200ની ફીની જગ્યાએ રૂપિયા 554 કરાયા છે. તેમજ ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં રૂપિયા 500નાં રૂ.736 કરવામાં આવ્યા છે. તથા માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂપિયા 110ના રૂ. 452 કરાયા છે. પ્રિવિઝનલ સર્ટીફીકેટનાં રૂપિયા 200નાં 436 કરાયા છે. પહેલા વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારના કામમાં રૂપિયા 1500નો ખર્ચ થતો જે હવે રૂપિયા 4500 સુધી ખર્ચ થશે.

NSUIએ CMO દ્વારા જાહેર કરાયેલ નંબર પર કરી રજૂઆત

ગુજરાત યુનિવર્સીટીમાં અનેક ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી તોતિંગ ફી વસુલતા વાલીઓમા રોષ જોવા મળી રહ્યો છે. તેમજ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ આ તોતિંગ ફી વધારાને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને યુનિવર્સિટી દ્વારા આ ફી વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે. જેના માટે NSUI દ્વારા તાજેતરમાં CMO દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર રજૂઆત પણ કરવામા આવી છે.

આ પણ વાંચો : વડોદરામાં શ્વાનનો આતંક, શ્વાને હુમલો કરતાં વૃદ્ધા ICUમાં દાખલ

Back to top button