ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMC મળેલ નળ, ગટર, રસ્તાની ફરિયાદનો આંકડો જાણી દંગ રહેશો

  • સાત ઝોનમાં ડ્રેનેજને લગતી 1.35 લાખ ફરિયાદ થઇ
  • મધ્ય ઝોનમાં પચાસ વર્ષ જુની પાણી અને ડ્રેનેજ લાઈન આવેલી છે
  • પાણી અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ઉકેલ માટે કાર્યવાહી કરાવવા સુચના

અમદાવાદમાં AMC મળેલ નળ, ગટર, રસ્તાની ફરિયાદનો આંકડો જાણી દંગ રહેશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ 2024-25 માટે રુપિયા બાર હજાર કરોડથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવેલું છે. આમ છતાં ચાર મહિનામાં નળ, ગટર અને રસ્તાની ચાર લાખ ફરિયાદ ઓનલાઈન મળી હતી.

સાત ઝોનમાં ડ્રેનેજને લગતી 1.35 લાખ ફરિયાદ

ફરિયાદો પૈકી સાત ઝોનમાં ડ્રેનેજને લગતી 1.35 લાખ ફરિયાદનો સમાવેશ થાય છે. ચાર મહિનામાં સાત ઝોનમાં ચાર લાખ ફરિયાદ ઓનલાઈન મળી તો ઓફલાઈન ફરિયાદ કેટલી હશે એ અંગે તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નળ ,ગટર અને રસ્તાની સુવિધા પુરી પાડવા પાછળ દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં શહેરીજનોને પ્રાથમિક સુવિધા પુરી પાડવાના મામલે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓની નિષ્ફળતા વખતોવખત પુરવાર થઈ રહી છે.

મધ્ય ઝોનમાં પચાસ વર્ષ જુની પાણી અને ડ્રેનેજ લાઈન આવેલી છે

શહેરના મધ્ય ઝોનમાં પચાસ વર્ષ જુની પાણી અને ડ્રેનેજ લાઈન આવેલી છે. વર્ષો જુની આ લાઈનો બદલવા મધ્યઝોનના છ વોર્ડ માટે રુપિયા150 કરોડથી વધુની રકમના ટેન્ડર તંત્ર તરફથી કરવામાં આવ્યા હતા. આમ છતાં ડ્રેનેજ અને પાણીની લાઈન બદલવાની કામગીરી કરવામાં કોઈ કોન્ટ્રાકટરે રસ નહીં બતાવતા રી-ટેન્ડર કરવાની તંત્રને ફરજ પડી હતી. મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પાણીમાં પોલ્યુશન આવવાની ફરિયાદોના નિકાલ કરાવવાની કામગીરી કરાવવા મંજુરી માંગતી ફાઈલો અવારનવાર મુકાતી હોવાથી મ્યુનિસિપલ કમિશનરે પણ કોટ વિસ્તાર અને મધ્યઝોનના અન્ય વોર્ડ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ઉકેલ માટે કાર્યવાહી કરાવવા સુચના આપી હતી.

શહેરીજનોને સગવડ મળવાના બદલે અગવડ વધી રહી છે

વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ, શહેરીજનો તરફથી કરવામા આવતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદો પૈકી મોટાભાગની ફરિયાદ નિકાલ કરાયા વગર બંધ કરી દેવામાં આવે છે. પ્રાથમિક સુવિધા પુરી પાડવા કરોડો રુપિયાનો ખર્ચ કરાયા પછી પણ શહેરીજનોને સગવડ મળવાના બદલે અગવડ વધી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરની મનપા મૂડી માટે બોન્ડ ઈશ્યૂ કરશે

Back to top button