ગુજરાતમાં 104 સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર કોલનો આંકડો જાણી દંગ રહેશો
- રાજ્યમાં અમદાવાદમાંથી સૌથી વધુ 2,193 કોલ આવ્યા હતા
- કાઉન્સિલિંગથી જ પ્રેરાઇને લોકોએ આપઘાતનો વિચાર માંડી વાળ્યો હોય તેવું જોવા મળ્યું
- 3,885 પુરૂષો , 1,755 મહિલાઓ અને બે ત્રીજી જાતીના લોકોએ કોલ કર્યા
ગુજરાતમાં 104 સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર કોલનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં ગુજરાતમાં 5,642 લોકોએ કોલ કરી કહ્યું હું જીવનથી ત્રસ્ત છું. ગુજરાતમાં 104 સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર છેલ્લા પાંચ વર્ષમાં કોલ કરીને 5,642 લોકોએ જીવનથી કંટાળીને આપઘાત કરી લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
3,885 પુરૂષો , 1,755 મહિલાઓ અને બે ત્રીજી જાતીના લોકોએ કોલ કર્યા
જેમાંથી 3,885 પુરૂષો , 1,755 મહિલાઓ અને બે ત્રીજી જાતીના લોકોએ કોલ કર્યા હતા. રાજ્યમાં અમદાવાદમાંથી સૌથી વધુ 2,193 કોલ આવ્યા હતા. જોકે આપાઘાત કરવાના આવેલા વિચારને બદલાવીને જીવન જીવતા કરવા માટે 104 હેલ્પલાઇનના કાઉન્સિલિંગ વિભાગે કાઉન્સિલિંગ કરીને મોટાભાગના લોકોને આ વિચાર માંડી વાળવા માટે મનાવી લેવામાં સફળતા મેળવી હતી. આ હેલ્પલાઇનના અધિકારીઓના જણાવ્યા મુજબ સૌથી વધુ માનસિક બીમારીએ લોકોને મોતને ભેટવા માટેના વિચારમાં તરતા કરી દીધા હોવાનું આવેલા કોલના વિશ્લેષણ પરથી જાણવા મળે છે. પારિવારિક સમસ્યા, પ્રેમસંબંધ, આર્થિક બાબતો, શારીરિક બીમારીઓથી કંટાળીને પણ લોકોને જીવન ટૂંકાવવાના સતત વિચાર આવી રહ્યા છે.
કાઉન્સિલિંગથી જ પ્રેરાઇને લોકોએ આપઘાતનો વિચાર માંડી વાળ્યો હોય તેવું જોવા મળ્યું
રાજ્યભરમાંથી 70 કોલ એવા આવ્યા હતા કે જેઓ શારીરિક છેડતી અને સેક્યુઅલ હેરેસમેન્ટથી ત્રાસીને આપઘાત કરવાનો વિચાર કરતા હતા. જ્યારે 56 કોલ એવા આવ્યા હતા કે જેમાં શિક્ષણના ભારણ હેઠળ કંટાળીને વિદ્યાર્થીઓએ આપઘાત કરવાનો વિચાર કર્યો હોય. આવેલા કોલ બાબતે આગળ શું કાર્યવાહી થાય છે ? તેઓને મોતના વિચારને જીવન જીવવા માટેના વિચારમાં પ્રેરિત કરવા માટે શું પગલા લેવાય છે તે અંગેના પ્રશ્નના જવાબમાં આ હેલ્પલાઇનના અધિકારીના જણાવ્યા મુજબ કોલ કરનારનું નિષ્ણાત દ્વારા કાઉન્સિલિંગ કરાય છે. દર કલાકે અપડેટ લેવાય છે, તેઓને સારૂ લાગે અને વિચાર માંડી ના વાળે ત્યાં સુધી તેઓનો સતત સંપર્ક કરીને કાઉન્સિલિંગ કરાય છે. મોટાભાગના કિસ્સામાં કાઉન્સિલિંગથી જ પ્રેરાઇને લોકોએ આપઘાતનો વિચાર માંડી વાળ્યો હોય તેવું જોવા મળ્યું છે.