ગુજરાતની મહિલા રાઇફલ ડ્રિલની કરતબ જોઇને તમે પણ ચોંકી જશો
દેશની મહિલા શક્તિ આજે તમામ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરી રહી છે ત્યારે આજે 26 જાન્યુઆરીના દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ હોય કે પછી ગુજરાતમાં બોટાદ ખાતેના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વમાં પણ જોવા મળ્યો છે.
આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં બોટાદ ખાતે મહિલા રાઇફલ ડ્રિલની પણ અદ્ભૂત પ્રસ્તુતિ થઇ હતી. ત્યાંનો વીડિયો પણ સામે આવ્યો છે.
74મા પ્રજાસત્તાક પર્વ પર બોટાદ ખાતે મહિલા રાઇફલ ડ્રિલની અદ્ભૂત પ્રસ્તુતિ…#Gujarat #RepublicDay2023 pic.twitter.com/mjsQVqMwu0
— Gujarat Information (@InfoGujarat) January 26, 2023
ગુજરાતમાં શાળાઓમાં ઘણા વર્ષોથી પ્રજાસત્તાક દિન 2023 નો રાષ્ટ્રીય તહેવાર ‘દીકરીની સલામ દેશને નામ ‘ થીમ ઉપર વિશેષ રીતે ઉજવાઇ રહ્યો છે. તે અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવે છે. તેમજ વર્ષ દરમ્યાન જન્મેલી દિકરીઓને તેમનાં માતપિતા સહ આમંત્રિત કરી પ્રમાણપત્ર અને ભેટ દ્વારા સન્માનીત કરી, સમાજમાં દીકરીઓના જન્મને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવે છે.
આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસ પરેડ : મહિલા રાષ્ટ્રપતિ સામે મહિલા સેના જવાનોની પરેડ, દેશની દીકરીઓએ વધાર્યું માન
પ્રજાસત્તાક દિન 2023 ની ઉજવણી પરંપરા ગત થી પણ વિશેષ કાર્યક્રમોને વણી લઈ ગુજરાત અનોખી રીતે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે. મહિલા રાઇફલ ડ્રિલની કરતબ જોઇને ત્યાં હાજર લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ પ્રકારની કરતબ પહેલી વખત જ જોવા મળી છે.