જાણીને નવાઇ લાગશે પણ આ હેલ્ધી ન્યુટ્રિઅન્ટ્સ કિડની પણ ડેમેજ કરી શકે છે
કિડની આપણા શરીરના મહત્ત્વના અંગોમાંથી એક છે. લોહીને સાફ કરવા માટે ખરાબ પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કિડની કરે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી તો અનેક પ્રકારની બિમારીઓ પેદા થાય છે. કિડનીને હેલ્ધી રાખવા માટે તેને પર્યાપ્ત માત્રામાં પોષણ આપવાની જરૂર છે. કેટલાક પોષકતત્વોની મદદથી તમે કિડનીને હેલ્ધી રાખી શકો છો. જ્યારે શરીરને આ પોષક તત્વો યોગ્ય માત્રામાં નથી મળી શકતા તો તેનાથી કિડની સહિત શરીરના અનેક અંગો યોગ્ય રીતે કામ કરતા નથી.
જે રીતે પોષક તત્વોની ઉણપથી કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી, તેજ રીતે કેટલાક પોષક તત્વોનું વધુ પ્રમાણ પણ કિડનીને ડેમેજ કરી શકે છે. તે કિડનીની હેલ્થને પ્રભાવિત કરે છે. જાણો કયા હેલ્ધી ગણાતા પોષકતત્વો કિડનીને નુકશાન પહોંચાડે છે.
સોડિયમ
સોડિયમ આપણા શરીર માટે ખુબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. સોડિયમ શરીરમાં પાણી અને મિનરલ્સના લેવલને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. આપણા શરીરમાં સોડિયમ ઓછી માત્રામાં મળી આવે છે. જો તેની માત્રા શરીરમાં વધુ થઇ જાય તો કિડનીને ખૂબ જ નુકશાન પહોંચે છે.
ફોસ્ફરસ
ઘણા પ્રોસેસ્ડ ફુડમાં ફોસ્ફરસની માત્રા વધુ હોય છે. કિડનીને હેલ્ધી રાખવા માટે તમારે ડાયેટમાં ફોસ્ફરસની માત્રા સીમિત રાખવી જોઇએ. કેટલાય અભ્યાસમાં એ વાત સામે આવી છે કે જે વસ્તુઓમાં ફોસ્ફરસની માત્રા વધુ હોય તે કિડનીની હેલ્થ માટે ખરાબ માનવામાં આવે છે. હાઇ ફોસ્ફરસવાળી ચીજોનુ સેવન તમારી કિડની અને હાડકા પર ખરાબ અસર કરે છે.
પ્રોટીન
પ્રોટીનનું વધુ માત્રામાં સેવન કરવાથી લોહીમાં એસિડનું નિર્માણ થવાનું શરૂ થઇ જાય છે. જે તમારી કિડની માટે ખતરનાક સાબિત થઇ શકે છે. પ્રોટીનને આપણા ગ્રોથ માટે અને અંગોને રિપેર કરવા માટે જરૂરી માનવામાં આવે છે, પરંતુ કિડનીને સ્વસ્થ રાખવા માટે સીમિત માત્રામાં પ્રોટીનનું સેવન કરવુ જોઇએ,
પોટેશિયમ
પોટેશિયમ આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. તે કોશિકાઓમાં ફ્લુઇડ બેલેન્સને મેઇન્ટેન રાખવાનું કામ કરે છે. જોકે તેની માત્રા વધી જાય તો તે કિડની માટે નુકશાનકારક છે. પોટેશિયમને ફિલ્ટર કરવા માટે કિડની પર વધુ દબાણ આવે છે. જેને કિડની રિલેટેડ કોઇ પણ સમસ્યા છે તેણે પોટેશિયમનું સેવન સીમિત માત્રામાં કરવુ જોઇએ.
આ પણ વાંચોઃ હિંડનબર્ગ અસર યથાવત, અદાણી ગ્રુપને 3 કલાકમાં 50 કરોડનું નુકસાન