ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

‘You Idiot…’, સુનિતા વિલિયમ્સના ઘરે પાછા ફરવા અંગે એલોન મસ્કે અવકાશયાત્રીને આડેહાથ લીધા

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 23 ફેબ્રુઆરી: ૨૦૨૫: ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર કેટલાક સમયથી ફસાયેલા અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા મામલે વિવાદ થયો છે. નોંધનીય છે કે, હાલના એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે બાઇડેન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા પછી આ વિવાદ શરૂ થયો છે. લગભગ આઠ મહિનાથી અંતરીક્ષમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોરના વાપસી મુદ્દે ડેનિશ અંતરીક્ષયાત્રી એન્ડ્રીયાસ મોગેનસેન પર ઈલોન મસ્ક ભડક્યા હતા.

ઇલોન મસ્કે દાવો કર્યો હતો કે જો બાઇડેન વહીવટીતંત્રે અંતરીક્ષયાત્રીઓ બૂચ વિલમોર અને સુનિતા વિલિયમ્સને જાણી જોઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છોડી દીધા હતા. જોકે, ડેનિસ અવકાશયાત્રી એન્ડ્રેસે એલોન મસ્કના દાવાને નકારી કાઢ્યો છે કે બિડેન સરકારે જાણી જોઈને સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાં છોડી દીધા હતા. આ દાવાને ખોટો ગણાવતા, એન્ડ્રેસે કહ્યું કે આ કેટલું જૂઠાણું છે. અને આ એ જ વ્યક્તિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જે મુખ્ય પ્રવાહના મીડિયામાં પ્રામાણિકતાના અભાવ અંગે ઢોલ વગાડે છે.

જ્યારે મોગેનસેને આ દાવાને ખોટો ગણાવ્યો અને મસ્ક પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. મસ્કએ મોગેનસેનને જવાબ આપતાં દાવો કર્યો કે, ‘સ્પેસ-એક્સ આ અંતરીક્ષયાત્રીઓને મહિનાઓ પહેલા જ પાછા લાવી શકાયા હોત. બેવકૂફ.’ પરંતુ બંને વચ્ચેની આ ચર્ચા અહીં અટકી ન હતી. એન્ડ્રીસે જવાબ આપતાં કહ્યું કે ઈલોન, હું લાંબા સમયથી તારો ફેન છું. તે જે હાંસલ કર્યું છે… ખાસ કરીને SpaceX અને Teslaમાં. તમે પણ જાણો છો તેમ હું પણ સારી રીતે જાણું છું કે તમે પણ તેમને પાછા લાવવા માટે રેસ્કયુ શીપ મોકલતા નથી.’

આ પણ વાંચો…મોદીની વાત લોકતંત્ર માટે ખતરો કેવીરીતે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા, ટ્રમ્પનું નામ પણ લીધું

Back to top button