મોડી રાત સુધી તમે પણ ફોન નથી જોતા ને? જાણી લેજો નુકશાન
- મુવીઝ, સીરીઝ, રિલ્સ જોવા માટે રાતભર લોકો મોબાઇલ સ્ક્રીનને સ્ક્રોલ કરતા રહે છે. જોકે આમ કરવાથી આરોગ્યને પણ નુકશાન પહોંચે છે. આંખોની રોશની ખરાબ થાય છે. આંખોને આરામ ન મળવાના લીધે આંખો ડ્રાય થવા લાગે છે.
આજના આધુનિક સમયમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે. અત્યારે દરેક ઉંમરના લોકો પાસે સ્માર્ટફોન હોય છે. આપણે આ સ્માર્ટફોનનો ઉપયોગ વધુ કરવા લાગ્યા છે. મોટાભાગના લોકો રાતના સમયે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. મુવીઝ, સીરીઝ, રિલ્સ જોવા માટે રાતભર લોકો મોબાઇલ સ્ક્રીનને સ્ક્રોલ કરતા રહે છે. જોકે આમ કરવાથી આરોગ્યને પણ નુકશાન પહોંચે છે. જાણો રાતે મોબાઇલનો ઉપયોગ કરવાથી કયા નુકશાન થાય છે.
માથાનો દુઃખાવો
રાતે સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી માથાનો દુઃખાવો થાય છે. ફોનમાંથી નીકળતી અલગ અલગ રંગની લાઇટ આંખના રેટિનાને નુકશાન પહોંચાડે છે. આ કારણે આપણી આંખોની રોશની ખરાબ થાય છે. આ કારણે આંખમાં રેડનેસ અને ખંજવાળની સમસ્યા થાય છે.
આંખો ખરાબ થવી
રાતે મોબાઇલનો ઉપયોગ કરવાથી આંખો ખરાબ થાય છે. આખો દિવસ કામ અને થાક બાદ તમે રાતે સુવા અને આરામ કરવાના બદલે મોબાઇલ ફોન જુઓ છો ત્યારે તેની બ્રાઇટનેસ અને લાઇટથી આંખોને આરામ ન મળવાના લીધે આંખો ડ્રાય થવા લાગે છે. તેનાથી આંખ અનેક પ્રકારની સમસ્યાઓ પણ થાય છે. ડાર્ક સર્કલ પણ થવા લાગે છે.
અનિંદ્રા
સ્માર્ટ ફોન મોડી રાત સુધી જોવાના કારણે અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે. આમ કરવાથી આપણા શરીરમાં મેલાટોનિન હોર્મોનની કમી થાય છે. આપણે ઇચ્છીએ તો પણ આ કારણે રાતે ઉંઘ આવતી નથી.
સર્વાઇકલ
મોબાઇલ ફોન જોતી વખતે આપણુ માથુ સતત ઝુકેલુ હોવાના કારણે ગરદનમાં સર્વાઇકલની સમસ્યા થવા લાગે છે. આ કારણે ગરદનમાં દુઃખાવો થાય છે.
તણાવ અને ચિંતા
સ્માર્ટફોનના રેગ્યુલર અને વધુ ઉપયોગથી આપણે તણાવ અનુભવીએ છીએ. કોઇ બીજાને સોશિયલ મીડિયા પર જોઇને તેની સાથે આપણે આપણી જાતની સરખામણી કરવા લાગીએ છીએ. આ કારણે આપણે વધુ ચિંતિત થઇએ છીએ.
માનસિક અસ્થિરતા
રાતમાં મોબાઇલ ફોનના ઉપયોગથી આપણા મગજ પર ખરાબ પ્રભાવ પડે છે. આ કારણે આપણને ભૂલવાની સમસ્યા પણ થઇ શકે છે. આ કારણે ચિડચિડિયાપણાની સમસ્યા પણ થઇ શકે છે.
આ પણ વાંચોઃ ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી: મલયાલમ ફિલ્મ ‘2018- એવરીવન ઈઝ અ હીરો’