તમે તડકામાંથી આવીને તરત ફ્રીજનું પાણી તો નથી પીતા ને?
- ગરમીની સીઝનમાં કમસે કમ 10 ગ્લાસ પાણીનું સેવન કરો
- પાણી પીવો ત્યારે તેનું તાપમાન યોગ્ય હોય તે જરૂરી છે
- થાક દુર કરવા ઠંડુ પાણી પીવું યોગ્ય નથી
ગરમીની સીઝનમાં લોકો ઠંડુ પાણી પીવાનું વધુ પસંદ કરે છે. ઠંડુ પાણી ગરમીથી રાહત તો આપે છે, પરંતુ તેનાથી નુકશાન પણ એટલા જ થાય છે. ગરમીમાં હાઇડ્રેટ રહેવા માટે લોકો લિક્વિડનું સેવન વધુને વધુ કરે છે. લોકો પાણીની સાથે લસ્સી, જ્યુસ, નારિયેળ પાણી સહિતના ડ્રિંક્સનું સેવન કરે છે. હાઇડ્રેટેડ રહેવા માટે કમસે કમ 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
ગરમીમાં લોકો ફ્રિજનું પાણી પીવાનુ વધુ પસંદ કરે છે, પરંતુ પાણી પીતી વખતે તેનું તાપમાન યોગ્ય હોવું પણ જરૂરી છે. પાણીના તાપમાનની અસર શરીર પર પણ થાય છે. થાક દુર કરવા માટે લોકો ઠંડુ પાણી પી તો લે છે અને તે ગરમીમાંથી રાહત પણ આપી દે છે, પરંતુ તેનુ નુકશાન પણ એટલુ જ છે. આયુર્વેદમાં ઠંડા પાણીને આરોગ્ય માટે નુકશાનકારક માનવામાં આવ્યુ છે. ખાસ કરીને ફ્રિજનું ચિલ્ડ વોટર બિલકુલ ન પીવુ જોઇએ. ખાસ કરીને તડકામાંથી આવીને, એક્સર્સાઇઝ કર્યા બાદ અથવા જમ્યા બાદ ઠંડુ પાણી અવોઇડ કરવુ જોઇએ.
જાણો થઇ શકે છે આ નુકશાન
પાચન પર પડે છે પ્રભાવ
શરીર કોઇ પણ પદાર્થને પોતાના તાપમાન પર લાવે છે અને તેને પાચન માટે આગળ મોકલે છે, પરંતુ બહુ ઓછા તાપમાનની વસ્તુઓનું સેવન કરવાથી તેને પોતાના તાપમાન મુજબ કરવામાં શરીરને વાર લાગે છે અને તેના કારણે ડાયજેશનની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. પેટમાં ઠંડુ પાણી ડાઇજેશનને પ્રભાવિત કરે છે.
ગળામાં દુખાવો
ઘણી વખત ગળુ ખરાબ થવા પર કે અવાજ બદલાવા પર વડીલો કહેતા હોય છે કે ઠંડુ પાણી પીતા હશો. ઠંડા પાણીના લીધે ગળામાં ખરાશ થઇ જાય છે. ફ્રિજમાંથી કાઢીને ઠંડુ પાણી પીવાના લીધે આવી સમસ્યાઓ થતી રહે છે. ભોજન બાદ પણ તમે ઠંડુ પાણી પી લેશો તો કફ જેવુ લાગશે અને શ્વાસ લેવાનો રસ્તો બ્લોક થઇ શકે છે. તાવ કે શરદી પણ થઇ શકે છે
હાર્ટ રેટ પર અસર
ઠંડા પાણીના સેવનથી તમારા શરીરનો હાર્ટ રેટ ઘટી જાય છે. એક અભ્યાસ મુજબ ફ્રિજનું વધુ ઠંડુ પાણી પીવાથી વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થઇ જાય છે. શરીરની સાથે અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરવાનું કામ નર્વ કરે છે. ઓછા તાપમાનના પાણીની અસર સીધી વેગર નર્વ પર થાય છે, તેનાથી હાર્ટ રેટ પણ ઘટે છે.
માથાના દુઃખાવાની સમસ્યા
તડકામાંથી તરત આવીને તમે બહુ ઠંડુ કે બરફનું પાણી પી લેશો તો બ્રેઇન ફ્રીજ થઇ શકે છે. ઠંડા પાણીના સેવનથી તમારી નસો પણ ઠંડી થઇ શકે છે. તેની અસર મગજ પર થાય છે અને માથાનો દુખાવો થવા લાગે છે. સાઇનસની સમસ્યાથી ગ્રસિત લોકો માટે આ સ્થિતિ મુસીબત વધારી શકે છે.
વેઇટ લોસમાં પણ મુસીબત
જે લોકો પોતાનું વજન ઘટાડવા ઇચ્છતા હોય તેમણે ઠંડા પાણીનું સેવન ન કરવુ જોઇએ. ઠંડા પાણીના કારણે શરીરમાં રહેલી ફેટ બર્ન થવામાં સમસ્યા સર્જાય છે. ફ્રિજના પાણીથી શરીરની ફેટ સખત થઇ જાય છે, જેના કારણે ચરબી ઘટવામાં સમસ્યા આવે છે અને વજન ઘટતુ નથી.
આ પણ વાંચોઃ આ છે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમઃ તમારા પૈસા કરશે ડબલ