વેકેશનમાં આ જગ્યાઓ પર ખૂબ જ સસ્તામાં ફરી શકશો, ગરમીની સીઝન બેસ્ટ
- ભારતની આ જગ્યાઓ સુંદરતામાં પણ ઉતરતી નથી. ગરમીની સીઝન અહીં ફરવા માટે બેસ્ટ હોય છે. સાથે સાથે આ જગ્યાઓને એક્સપ્લોર કરવા માટે ત્રણ દિવસનો સમય પૂરતો છે.
જો તમે હરવા-ફરવાના શોખીન છો, પરંતુ બજેટના કારણે ઘણી વખત તમારા પ્લાન્સ બદલવા પડે છે તો આજે એવી કેટલીક જગ્યાઓ વિષે જાણો જ્યાં તમે ખિસ્સાને પરવડે તેવી રીતે ફરી શકો છો. ભારતની આ જગ્યાઓ સુંદરતામાં પણ ઉતરતી નથી. ગરમીની સીઝન અહીં ફરવા માટે બેસ્ટ હોય છે. સાથે સાથે આ જગ્યાઓને એક્સપ્લોર કરવા માટે ત્રણ દિવસનો સમય પૂરતો છે. તો જાણો કઈ છે આ જગ્યાઓ.
અંડરેટ્ટા
હિમાચલમાં વસેલું નાનકડું, પરંતુ સુંદર ગામ છે અંડરેટ્ટા. તે આર્ટિસ્ટિક વિલેજના નામે પણ જાણીતું છે. નેચરથી લઈને એડવેન્ચરના કારણે અહીં દરેક પ્રકારના ટ્રાવેલર્સ આવીને મોજમસ્તી કરી શકે છે. રિલેક્સિંગ વેકેશન માટે આ જગ્યા શાનદાર છે. અહીંથી 180 કિલોમીટર દુર બીર-બિલિંગ જઈને તમે પેરાગ્લાઈડિંગની મજા લઈ શકો છો.
મુક્તેશ્વર
ઉત્તરાખંડના નૈનીતાલથી થોડા જ કલાકોમાં તમે મુક્તેશ્વર પહોંચી શકો છો. આ જગ્યાને તમે ખૂબ જ ઓછા પૈસામાં કવર કરી શકો છો. અહીં જવા માટે ગરમીની સીઝન બેસ્ટ છે. મુક્તેશ્વર તેના મંદિરો માટે પ્રખ્યાત છે, પરંતુ બીજી પણ એવી જગ્યાઓ છે અહીં જેને તમે બેથી ત્રણ દિવસની રજામાં કવર કરી શકો છો. ટ્રેકિંગનો શોખ હોય તો પણ તમે અહીં આવી શકો છો.
માંડૂ
મધ્યપ્રદેશનું માંડૂ શહેર ઓછા બજેટમાં ફરવા માટે શાનદાર છે. પ્રાકૃતિક સુંદરતાની સાથે માંડૂ પોતાની સમૃદ્ધ વિરાસત અને વાસ્તુશિલ્પ માટે જાણીતું છે. આ જગ્યા રાજકુમાર બાજ બહાદુર અને રાણી રુપમતી વચ્ચેના પ્રેમનું પ્રતીક છે.
અમૃતસર
અમૃતસર ન જોયું હોય તો અહીં આવવાનો પ્લાન બનાવી શકો છો. અહીંના ગોલ્ડન ટેમ્પલને તો બધા જાણે જ છે. આસપાસની બીજી પણ જગ્યાઓ છે જે શોર્ટ ટ્રિપ માટે બેસ્ટ છે. જો તમે ખાવા પીવાના શોખીન છો તો અહીં ઘણા ઓપ્શન્સ મળી જશે.
આ પણ વાંચોઃ નેહા સિંહ રાઠોર ‘દેશવા મેં કા બા’ ગીત ગાવા પર થઈ ટ્રોલ, ફરી મિયા ખલીફા સાથે સરખામણી