ગુજરાતટ્રેન્ડિંગધર્મનેશનલમીડિયાયુટિલીટીવિશેષશ્રી રામ મંદિર

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તમે ઘરે બેઠા-બેઠા પણ જોઈ શકો છો, જાણો કેવી રીતે?

Text To Speech
  • 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જો તમે પણ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ઘરે બેઠા જોવા માંગો છો તો અમે તમને જણાવીશું કે ક્યાં જોઈ શકાશે લાઈવ સ્ટ્રીમિંગ…

HD ન્યૂઝ ડેસ્ક, 20 જાન્યુઆરી: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓ ભાગ લેશે, જેના કારણે કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેક લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક નેતાઓ અને કલાકારો ભાગ લેશે. જો તમે પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માંગો છો, તો તમે તમારા ઘરેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો?

તમે પણ જો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તે દૂરદર્શનની તમામ ચેનલો પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું દૂરદર્શન પર જીવંત (લાઈવ) પ્રસારણ કરવામાં આવશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું મેગા કવરેજ ડીડી નેશનલ અને ડીડી ન્યૂઝ પર 22 જાન્યુઆરીથી જ શરૂ થશે. આ સાથે 23 જાન્યુઆરીએ દૂરદર્શન પર શ્રી રામ મંદિરથી આરતીનું જીવંત (લાઈવ) પ્રસારણ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: અવકાશમાં પણ રામલલાનું નામ ગુંજી ઉઠ્યું, જૂઓ વીડિયો

Back to top button