સાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા માટે કરી શકો છો આ સરળ ટ્રીક

Text To Speech

મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપએ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. હાલના સમયમાં તેનો ઉપયોગ સૌથી વધારે લોકો કરી રહ્યા છે. વોટ્સએપના ઘણા બધા રસપ્રદ ફીચર્સ છે જે યુઝરને એપ સાથે જોડાયેલા રાખે છે. જયારે આપણું કોઈ જાણીતું વોટ્સએપ પર મેસેજ કરી ડિલીટ કરી દે ત્યારે આપણને તે મેસેજમાં શું હતુ એ જાણવાની વધુ ઉત્સુકતા થઇ જતી હોઈ છે. હવે તમારે એવું પૂછવાની જરૂર નહીં પડે કે શું ડિલીટ કર્યું. કારણકે તમે હવે આ મેસેજને તમે સરળતાથી વાંચી શકશો. આ ટ્રીકની મદદથી તમે પણ આવા મેસેજને સરળતાથી વાંચી શકશો.

એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ પર ડિલીટ કરેલા મેસેજ કેવી રીતે વાંચવા
એન્ડ્રોઇડ યુઝર્સ વોટ્સએપ પર ડિલીટ કરેલા મેસેજ વાંચવા માટે સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોરમાં Notisave એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ એપમાં નોટીફીકેશન વિઝીબલ કરો. જેનાથી જયારે કોઈ યુઝર મેસેજને મોકલીને ડિલીટ કરી દેશે તો આ એપ તે નોટીફીકેશનને સેવ કરી લેશે. જેનાથી તમે ડિલીટ થયેલા મેસેજ પણ સરળતાથી વાંચી શકશો.

 

આઇઓએસ(IOS) યુઝર્સ માટે વોટ્સએપ પર ડિલીટ કરેલા મેસેજ કેવી રીતે વાંચવા
એન્ડ્રોઇડના પ્લે સસ્ટોરની જેમ જ આઇઓએસમાં એપ સ્ટોર હોઈ છે પણ અહિયાં મેસેજ જોવા માટે કોઈ અલગ એપ ઇનસ્ટોલ કરવાની જરૂર નથી. ફક્ત એક વાર તમારા વોટ્સએપને ડિલીટ કરો અને તેને ફરી ઇન્સ્ટોલ કરી લો. ત્યારબાદ એપ ખોલશો તો તમને રિસ્ટોરનો વિકલ્પ મળશે, જે તમારે પસંદ કરવાનો છે. આમાં એવા મેસેજ પણ દેખાશે જેને સામેના યુઝરે ડિલીટ કરી દીધા હશે.

આ પણ વાંચોભારતમાં બનેલો iPhone 14 Pro Max ચીનમાં વેચાઈ રહ્યો છે ? જાણો શું છે વાયરલ થઈ રહેલી તસવીરનું સત્ય

Back to top button