મલાઈકા અરોરાએ પહેરેલી ઘડિયાળની કિમતમાં તમે એકસાથે 5 કાર ખરીદી શકો
- મલાઈકા અરોરા વિશ્વની પ્રખ્યાત ઘડિયાળ બ્રાન્ડ્સમાંથી એક ‘કાર્ટિઅર’ની ઘડિયાળ પહેરેલી જોવા મળી
- આ ઘડિયાળની કિંમત 35,300 યુરો છે, જે ભારતીય ચલણ મુજબ 31 લાખ 81 હજારથી વધુ થાય
મુંબઈ,11 મે: 50 વર્ષની ઉંમરમાં પણ 90ના દાયકાની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાનું ગ્લેમર ઓછું થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ક્યારેક એક્ટ્રેસ પોતાના હોટ લુક્સથી હોશ ઉડાવી દે છે તો ક્યારેક તે પોતાના કિલર લુક્સથી તેના ચાહકોના દિલો પર છવાઈ જાય છે. હંમેશા લાઈમલાઈટમાં રહેનારી આ એક્ટ્રેસે આ વખતે પોતાની મોંઘી ઘડિયાળથી બધાને ચોંકાવી દીધા છે.
મલાઈકા અરોરા વિશ્વની પ્રખ્યાત ઘડિયાળ બ્રાન્ડ્સમાંથી એક ‘કાર્ટિઅર’ની ઘડિયાળ પહેરેલી જોવા મળી છે. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે મલાઈકાનો મોંઘી ઘડિયાળો પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હોય, તે ઘણીવાર આવી લક્ઝરી ઘડિયાળો પહેરતી જોવા મળે છે. જો કે આ વખતે તેની ઘડિયાળ માત્ર ખાસ જ નહી પરંતુ સ્ટાઇલિશ પણ હતી. આ ઘડિયાળની કિંમત એટલી છે કે તેના બદલામાં શોરૂમમાં ઉભી રહેલી 5 કાર સરળતાથી ખરીદી શકાય છે.
મલાઈકા અરોરા તાજેતરમાં એરપોર્ટ પર બ્રાઉન કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી.મલાઈકાએ Cartier બ્રાન્ડની Ballon Bleu de Cartier ઘડિયાળ પહેરી હતી. સત્તાવાર સાઇટ પર આ ઘડિયાળની કિંમત 35,300 યુરો દર્શાવવામાં આવી છે, જે ભારતીય ચલણ મુજબ 31 લાખ 81 હજારથી વધુ છે.
આ પણ વાંચોઃ ISRO દ્વારા 3D પ્રિન્ટિંગ ટેકનિકથી બનેલા લિક્વિડ રૉકેટ એન્જિનનું સફળ પરીક્ષણ