સાયન્સ એન્ડ ટેકનોલોજી

તમે તમારો અવાજ રેકોર્ડ કરીને પણ સ્ટેટસમાં કરી શકશો શેર, WhatsApp લાવી રહ્યુ છે નવુ ફીચર

Text To Speech

વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત ફેરફારો કરતું રહે છે. સતત નવા ફીચર્સ વોટ્સએપમાં (WhatsApp) ઉમેરવામાં આવે છે. તાજેતરમાં જ વોટ્સએપે મેસેજ પર રિએક્શનનું ફીચર એડ કર્યું છે. ત્યારે ફરી એકવાર WhatsApp એક નવું ફીચર લઈને આવી રહ્યું છે.

જાણો શું છે WhatsAppનું નવું ફીચર?

વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત કોઈને કોઈ ફેરફારો કરતું રહે છે. તેમા સતત નવા ફીચર્સ ઉમેરતુ રહે છે. તાજેતરમાં જ વોટ્સએપ (WhatsApp) મેસેજ પર રિએક્શનનું ફીચર(Feature) એડ કર્યું છે. ત્યારે ફરી એકવાર WhatsApp એક નવું ફીચર લઈને આવી રહ્યું છે. આ નવા ફીચરમાં, તમે સ્ટેટસ પર મીડિયા અને ટેક્સ્ટને અપડેટ કરી શકો છો પરંતુ હવે તમે સ્ટેટસ પર વૉઇસ નોટ્સ પણ શેર કરી શકશો. અત્યાર સુધી યુઝર્સ માત્ર સ્ટેટસ પર તેમના ફોટો, વીડિયો અને ટેક્સ્ટ શેર કરી શકતા હતા પરંતુ હવે તેમાં ઘણો બદલાવ જોવા મળશે. હવે યુઝર્સ પોતાનો અવાજ રેકોર્ડ કરી સ્ટેટસમાં શેર કરી શકશે.

નવા અપડેટ અનુસાર, આવનારા સમયમાં યુઝર્સ તેમની વોઈસ નોટ રેકોર્ડ કરી શકશે અને તેને તેમના સ્ટેટસમાં શેર કરી શકશે. આ ફીચર ચેટ કરતી વખતે વોઈસ નોટ મોકલવા જેવું હશે.

WhatsApp
તમારો અવાજ રેકોર્ડ કરીને પણ સ્ટેટસમાં શેર કરી શકશો

WABetainfoએ માહિતી આપી હતી

વોટ્સએપના આવનારા તમામ ફીચર્સ વિશે માહિતી આપતી ટેક વેબસાઇટ WABetainfo અનુસાર, આ નવું ફીચર હાલ તો હજુ ડેવલપ થઈ રહ્યુ છે. પરંતુ આગામી સમયમાં યુઝર્સ આ ફીચરનો લાભ ઉઠાવી શકશે. આ ફીચર વિશે માહિતી આપતાં WABetainfoએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ ઈમેજમાં દેખાઈ રહ્યું છે કે વોટ્સએપ ડેડિકેટેડ વોઈસ બટન લાવી રહ્યુ છે. સ્ટેટસ મુકતી વખતે આ નવુ ડેડિકેટેડ વોઈસ બટન એક્ટિવ થઈ જશે અને વોઈસ રેકોર્ડ કરી તેને સ્ટેટસ રાખી શકાશે.

વોટ્સએપ અન્ય ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે

બીટા ટેસ્ટર્સના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ હાલના સમયમાં ઘણા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આમાં એન્ડ્રોઇડ ફોન્ટ્સ માટે ચેટ સિંક ફીચરનો સમાવેશ થાય છે, જે યુઝર્સને અન્ય હેન્ડસેટમાંથી લોગ ઇન કરવાની તેમજ અમુક કોન્ટેક્ટ્સથી તમારી ઓનલાઈન સ્ટેટસ છુપાવવાની ક્ષમતા સહિત અન્ય અનેક વિકલ્પ એડ કરવામાં આવનાર છે.

Back to top button