યુ આર અન્ડર અરેસ્ટ…ખ્યાતિ હોસ્પિટલ કેસમાં હોસ્પિટલનાં ભાગીદાર રાજશ્રી કોઠારીની ધરપકડ
અમદાવાદ, 14 ડિસેમ્બર, અમદાવાદમાં આવેલી ખ્યાતિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર હોસ્પિટલના પાર્ટનર એવા રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી તેને ઝડપી પાડી છે. રાજસ્થાનથી ઝડપાયેલ મહિલા આરોપી રાજશ્રી કોઠારીએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી હતી. આ કેસમાં અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ ફરાર છે.
મહિલા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રી કોઠારી ભાગીદાર હતા. કાર્તિક પટેલ સિવાયના તમામ આરોપી ઝડપાઈ ચુક્યા છે. હજુ કાર્તિક પટેલની ધરપકડ હજુ પણ બાકી છે. અગાઉ ડો.સંજય પટોળીયા,ચિરાગ રાજપૂત સહિત સાત આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
અમદાવાદના એસ.જી.હાઈવે પર આ હોસ્પિટલ આવેલી છે ખ્યાતિ હોસ્પિટલ સ્કેમમાં પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ખ્યાતિ મલ્ટીસ્પેશયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJAY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા માટે દર્દીઓને ખોટા દબાણમાં લાવીને તેની સર્જરી કરી છે. હોસ્પિટલમાં સેવાના નામે માત્ર રૂપિયા રળવાનો ધંધો કરવામાં આવે છે. જેમાં કેટલાક ‘વેપારી’ ડોક્ટર્સને સાથે રાખીને માત્ર ધંધો કરવાના આશયથી દર્દીઓના જીવ જોખમમાં મુકવામાં આવે છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટરોના નામ સામે આવ્યા હતા. જેમાં કાર્તિક પટેલ, ડો. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે આવ્યું છે. તથા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની કાર્ડિયાક સર્જરીમાં ફરજ નિભાવનારા ડૉક્ટરે સારવાર ન કરી હોવાનો ખુલાસો થયો હતો.
આ પણ વાંચો…ગુજરાતમાં દર્દીઓના હિતમાં નવો નિર્દેશ જારીઃ હોસ્પિટલ સંચાલકો આ બાબતે દબાણ નહીં કરી શકે