ટ્રેન્ડિંગમનોરંજન

તમે મને ડરાવી રહ્યા છો: તાપસી પન્નુ શા માટે પાપારાઝી પર ભડકી ગઈ? જૂઓ વીડિયો

  • તાપસી પન્નુનો પાપારાઝી પર ગુસ્સે થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

મુંબઈ, 9 ઓગસ્ટ: તાપસી પન્નુની બહુચર્ચિત ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ આજે શુક્રવારે રિલીઝ થઈ છે. રિલીઝ પહેલાં, ગઈકાલે રાત્રે, ફિલ્મ નિર્માતાઓએ મુંબઈમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, જ્યાં ફિલ્મના મુખ્ય કલાકારો વિક્રાંત મેસી, તાપસી પન્નુ, સની કૌશલ અને જીમી શેરગિલ પહોંચ્યા હતા. આ દરમિયાન ફિલ્મ પૂરી કરીને બહાર નીકળતી વખતે તાપસી પન્નુ પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી હતી. જેનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તાપસી પન્નુ પાપારાઝીને કહી રહી છે કે, ‘મારા પર ચઢશો નહીં, તમે મને ડરાવી રહ્યા છો.’

તાપસી પન્નુની આગામી ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ 2021ની રોમેન્ટિક થ્રિલર ‘હસીન દિલરૂબા’ની સિક્વલ છે, જે આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના સ્ક્રીનિંગમાં ફિલ્મના મુખ્ય કલાકારો વિક્રાંત મેસી, તાપસી પન્નુ, સની કૌશલ અને જીમી શેરગિલ પહોંચ્યા હતા. આ સિવાય સનીનો મોટો ભાઈ વિકી કૌશલ તેના માતા-પિતા શામ કૌશલ, વીણા કૌશલ સાથે ઈવેન્ટમાં સામેલ થયો હતો. આ સમયગાળાની તસવીરો અને વીડિયો પણ બહાર આવ્યા છે.

જૂઓ અહીં વીડિયો 

 

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

તાપસી પાપારાઝી પર ગુસ્સે થઈ 

આ ઈવેન્ટમાં પહોંચેલી ફિલ્મની બ્યુટી દિલરૂબા તાપસી પન્નુના લુકની વાત કરવામાં આવે તો તે બ્લેક અને રેડ કલરના સુંદર આઉટફિટમાં જોવા મળી હતી. તાપસીએ તેના બ્લેક ડ્રેસ પર લાલ ધનુષ જેવા સૅશથી સ્ટાઈલમાં વધારો કર્યો હતો. આ લુકમાં તે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ આ ઈવેન્ટ દરમિયાન તાપસી સાથે કંઈક એવું થયું કે, તે ગુસ્સામાં લાલ થઈ ગઈ. હકીકતમાં, સ્ક્રિનિંગ સમાપ્ત થયા પછી, જ્યારે તાપસી ત્યાંથી નીકળીને તેની કાર તરફ જઈ રહી હતી, ત્યારે પાપારાઝી વચ્ચે તેની તસવીરો ક્લિક કરવાની સ્પર્ધા હતી. આ જોઈને તાપસી ગુસ્સે થઈ ગઈ. આ સમયગાળાનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં તે પાપારાઝી પર પોતાનો ગુસ્સો કાઢતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે કહેતી જોવા મળે છે, “મારા પર ચઢશો નહીં, તમે આ કરીને મને ડરાવી રહ્યા છો.’ આ પછી, ત્યાં હાજર અન્ય પેપ્સ કહેવા લાગ્યા કે, “મેડમને સોરી કહી દે.” આ સાંભળીને તે પેપ્સ(પાપારાઝીનો વ્યક્તિ) એક્ટ્રેસને સોરી કહેવા લાગે છે. હવે તાપસીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તાપસીની મજાક પણ ઉડાવી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આ રીતે પેપ્સ પર ગુસ્સે થતી જોવા મળી હોય.

ફિલ્મ વિશેની માહિતી

ઉલ્લેખનીય છે કે, તાપસીની ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ આજે 9 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી જયપ્રદ દેસાઈએ સંભાળી છે. તેની સ્ટોરી કનિકા ધિલ્લોને લખી છે. ‘ફિર આયી હસીન દિલરૂબા’નું નિર્માણ આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કનિકા ધિલ્લોન અને શિવ ચન્ના દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021માં ‘હસીન દિલરૂબા’ નામથી રિલીઝ થયો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. રાની અને રિશુની આ લવસ્ટોરી ફરી એકવાર દર્શકોને ડરાવવા અને મનોરંજન આપવા માટે તૈયાર છે. ફિલ્મમાં તાપસી સિવાય સની કૌશલ અભિમન્યુના રોલમાં અને જીમી શેરગિલ મૃત્યુંજયના રોલમાં જોવા મળશે.

આ પણ જૂઓ: કંગના અને આર. માધવનની ફિલ્મ તનુ વેડ્સ મનુનો ત્રીજો ભાગ કન્ફર્મ, ડિરેક્ટરે આપી હિન્ટ

Back to top button