ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

‘બાંગ્લાદેશમાં નથી, હિન્દીમાં બોલો, બંગાળીમાં નહીં!’ મેટ્રોમાં મહિલાનો હંગામો, જૂઓ વીડિયો

  • આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો બે ગ્રુપમાં વહેંચાઈ ગયા

કોલકાતા, 22 નવેમ્બર: છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકના લોકો દ્વારા હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્યાંના લોકો અન્ય ભાષાના લોકોને કન્નડમાં વાત કરવા માટે અટકાવે છે અને પછી લડાઈ શરૂ કરે છે. પરંતુ તાજેતરમાં કોલકાતા મેટ્રોમાં એક તાજેતરનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક હિન્દી ભાષી મહિલા એક બંગાળી ભાષા બોલતી મહિલાને હિન્દીમાં બોલવાનું કહી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે મહિલાની માંગ યોગ્ય છે તો કેટલાક તેને ખોટી કહી રહ્યા છે.

જૂઓ આ વીડિયો

 

ટ્વિટર એકાઉન્ટ @MoinakBanerjee5 પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કોલકાતા મેટ્રોમાં એક હિન્દી ભાષી મહિલા એક મહિલાને હિન્દીમાં બોલવા માટે દબાણ કરી રહી છે. તે મહિલા સાથે ઝઘડો શરૂ કરે છે, ત્યારબાદ બંગાળી ભાષી મહિલા અને અન્ય એક વ્યક્તિ પણ આ હિન્દી ભાષી મહિલા સાથે લડવા લાગે છે.

મેટ્રોમાં હિન્દી-બંગાળીને લઈને વિવાદ

વાયરલ વીડિયોમાં મહિલા વારંવાર બંગાળી ભાષી મહિલાને હિન્દીમાં બોલવા માટે દબાણ કરતી જોવા મળે છે. તેણી કહી રહી છે કે, પશ્ચિમ બંગાળ ભારતનો ભાગ છે, તેથી તેઓએ માત્ર હિન્દીમાં જ વાત કરવી જોઈએ. તેણીએ કહ્યું, ભારતમાં રહીને તમને બંગાળી આવડે છે, પરંતુ હિન્દી નથી આવડતી? તમે બાંગ્લાદેશમાં નથી, હિન્દીમાં બોલો, બંગાળીમાં નહીં!” નજીકમાં ઉભેલા લોકો પણ તે મહિલા સાથે ઝઘડો કરતા જોવા મળે છે. લોકો પણ ગુસ્સે થઈ ગયા અને મહિલાને પૂછ્યું કે, જો તે ભારતીય છે અને હિન્દીને સપોર્ટ કરે છે તો તે અંગ્રેજીમાં કેમ વાત કરી રહી છે? મહિલાએ ગુસ્સામાં બંગાળી ભાષી મહિલાને બાંગ્લાદેશી કહી દીધી, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ વીડિયોને 85 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. ઘણા લોકો હિન્દી ભાષી મહિલા પર આરોપ લગાવી રહ્યા છે. તે કહે છે કે, “મહિલા જબરદસ્તી લડી રહી છે, તેણીએ અન્ય ભાષાઓ અને તે બોલતા લોકોનું સન્માન કરવું જોઈએ.”

આ પણ જૂઓ: ગંદા હૈ, પર ધંધા હૈ!? સિગારેટોના ઠૂંઠામાંથી બને છે બાળકો માટેની આ વસ્તુઓ!

Back to top button