તમે પ્રેરણા છોઃ કંગના રણૌતની ઈમરજન્સી જોઈને મૃણાલ ઠાકુરે કરી અનહદ પ્રશંસા
![તમે પ્રેરણા છોઃ કંગના રણૌતની ઈમરજન્સી જોઈને મૃણાલ ઠાકુરે કરી અનહદ પ્રશંસા hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/mrunal.jpg)
- કંગના રણૌતની ઈમરજન્સી જોઈને મૃણાલ ઠાકુરે કહ્યું છે કે કંગના રનૌતની મોટી ચાહક હોવાને કારણે, હું આ ફિલ્મને મોટા પડદા પર જોવા માટે આતુર હતી
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડમાં મજબૂત અભિનય અને સ્પષ્ટવક્તાની વાત આવે છે, ત્યારે કંગના રનૌતનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘ઈમર્જન્સી’ જોયા પછી, અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શકી નહીં અને સોશિયલ મીડિયા પર કંગનાની ખૂબ પ્રશંસા કરી છે.
મૃણાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું, મેં મારા પિતા સાથે થિયેટરમાં ‘ઈમર્જન્સી’ જોઈ હતી અને હું હજુ પણ તે અનુભવમાંથી બહાર આવી નથી. કંગના રનૌતની મોટી ચાહક હોવાને કારણે, હું આ ફિલ્મને મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હતી અને તે ખરેખર શાનદાર હતી. તેણે વધુમાં ઉમેર્યું કે કંગનાએ હંમેશા ગેંગસ્ટર, ક્વીન, તનુ વેડ્સ મનુ, મણિકર્ણિકા અને થલાઈવી જેવી ફિલ્મોમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે અને ઈમર્જન્સી પણ તેમાં અપવાદ નથી.
મૃણાલ ઠાકુરે પોસ્ટના કેપ્શનમાં ફિલ્મના કલાકારોની પણ પ્રશંસા કરી છે. તેણે શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, અનુપમ ખેર, સતીશ કૌશિક અને મિલિંદ સોમણના શાનદાર અભિનયની પ્રશંસા કરી અને ફિલ્મના કેમેરા વર્ક, પટકથા, સંવાદો, સંગીત અને સંપાદનની પણ પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ એક રાજકીય ડ્રામા ફિલ્મ છે જે 17 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અને લેખન કંગના રનૌતે પોતે કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.
View this post on Instagram
ટ્રોલર્સને આપ્યો યોગ્ય જવાબ
જ્યારે એક ટ્રોલરે ‘ઈમર્જન્સી’ને પ્રોપેગેન્ડા ફિલ્મ કહી ત્યારે કંગનાએ બેઝિઝક તેનો બચાવ કર્યો અને કહ્યું કે દરેક ભારતીયે આ ફિલ્મ જોવી જોઈએ. એટલું જ નહીં મૃણાલે એમ પણ કહ્યું, જો તમે હજુ સુધી ઈમર્જન્સી’ જોઈ નથી, તો તેને ચોક્કસ જુઓ. આ ફિલ્મ તમને પ્રેરણા, ઉત્સાહ અને ઈમોશન્સ આપશે. કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ વિશે દર્શકોના અલગ અલગ મંતવ્યો છે, પરંતુ મૃણાલ ઠાકુરની આ પ્રતિક્રિયા ફિલ્મની વાર્તા અને કલાકારો પ્રત્યેની પ્રામાણિકતા દર્શાવે છે.
આ પણ વાંચોઃ આ ગધેડાઓને રોકોઃ મીકા સિંહે રણવીર અલાહાબાદિયા અને સમય રૈના પર કાઢી ભડાસ