UPમાં પાલિકા ચૂંટણીમા OBCઅનામત મુદ્દે હાઈકોર્ટના નિર્ણય અંગે યોગી આદિત્યનાથે આપ્યું આ નિવેદન
ઉત્તર પ્રદેશમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં હાઈકોર્ટે OBC અનામત વગર નગરપાલિકાની ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યુ હતુ કે જ્યાં સુધી ટ્રિપલ ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી ઓબીસી અનામત નહીં હોય. ત્યારે હાઈકોર્ટના નિર્ણયને લઈને યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું હતું.
યોગી આદિત્યનાથે આપ્યું આ નિવેદન
અલ્હાબાદ હાઈકોર્ટના ઓબીસી અનામત વિના ચૂંટણી કરાવાના નિર્ણયને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સીએમ યોગીએ કહ્યું, ‘રાજ્ય સરકાર શહેરી સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભમાં એક કમિશનની સ્થાપના કરશે અને અન્ય પછાત વર્ગના નાગરિકોને ટ્રિપલ ટેસ્ટના આધારે અનામતની સુવિધા આપશે. આ પછી જ શહેરી સંસ્થાની સામાન્ય ચૂંટણી યોજાશે. જો જરૂર પડશે તો રાજ્ય સરકાર હાઈકોર્ટના નિર્ણય અંગે તમામ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરશે’.
उत्तर प्रदेश सरकार नगरीय निकाय सामान्य निर्वाचन के परिप्रेक्ष्य में एक आयोग गठित कर ट्रिपल टेस्ट के आधार पर अन्य पिछड़ा वर्ग (OBC) के नागरिकों को आरक्षण की सुविधा उपलब्ध कराएगी।
इसके उपरान्त ही नगरीय निकाय सामान्य निर्वाचन को सम्पन्न कराया जाएगा।
— Yogi Adityanath (@myogiadityanath) December 27, 2022
જાણો ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલાનો મામલે કેમ ઉઠ્યો
ગયા મહિનામાં UP સરકારે મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે બેઠકોની અનામત યાદી જાહેર કરી હતી. આ યાદીને લઈને હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. કે સરકારે OBC અનામત આપવા માટે ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા અપનાવી નથી. જેથી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં જ્યાં સુધી ટ્રિપલ ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી ઓબીસી અનામત નહીં રાખવાનો અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : ઓખાના દરિયામાંથી ડ્રગ્સ અને હથિયાર સાથે ઝડપાયેલ પાકિસ્તાની બોટ મામલે DGP આશિષ ભાટીયાએ આપ્યું મોટુ નિવેદન