કેન્દ્રીય નેતાઓ સાથે મતભેદ કરીને અહીં ન બેસી શકું, યોગીનો જડબેસલાક જવાબ


ઉત્તર પ્રદેશ. 1 એપ્રિલ 2025 : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતાઓ સાથેના વિવાદની ચર્ચાનો સ્પષ્ટ અને બેફામ જવાબ આપતાં પ્રશ્ન પૂછ્યો છે કે શું તેઓ કેન્દ્રીય નેતાઓ સાથે મતભેદો કર્યા પછી અહીં બેસી (મુખ્યમંત્રી તરીકે)શકે છે? સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ એવા આક્ષેપો કરતા રહે છે કે દિલ્હી અને લખનૌના એન્જિન અથડાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂરા કરીને અમિત શાહને વડાપ્રધાન બનાવશે અને ચૂંટણી જીત્યાના બે-ત્રણ મહિનામાં યોગીને સીએમ પદ પરથી હટાવી દેશે.
સીએમ યોગી આદિત્યનાથ સાથેના વીડિયો ઈન્ટરવ્યુમાં ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સવાલ પૂછ્યો હતો કે શું તમને કેન્દ્રીય નેતાઓ સાથે કોઈ મતભેદ છે. આના પર યોગીએ કહ્યું – “મતભેદની વાત ક્યાંથી આવે છે? હું અહીં માત્ર પાર્ટીના કારણે જ બેઠો છું. શું હું કેન્દ્રીય નેતાઓ સાથે મતભેદ કરીને અહીં બેસી રહી શકું? બીજું, પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા ટિકિટોની વહેંચણી કરવામાં આવે છે. સંસદીય બોર્ડમાં દરેકની ચર્ચા થાય છે, દરેકના વિષય પર ચર્ચા થાય છે. નિયમિત સ્ક્રીનિંગ દ્વારા વાત ત્યાં સુધી પહોંચે છે. તમે કોઈને કંઈપણ કહી શકો છો. કોઈનું મો બંધ નથી કરી શકાતું.”
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
હું યોગી છું, મારું સમીકરણ બીજા કરતાં ખરાબ કેમ હશે? સીએમએ કેન્દ્ર સાથે મતભેદોની અટકળો પર વાત કરી
અગાઉ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં યોગીએ આવા જ સવાલ પર કહ્યું હતું – “હું તો એક યોગી છું, મારું સમીકરણ બીજા કરતાં ખરાબ કેમ હશે? વડાપ્રધાન અમારા નેતા છે. અમે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષના આદેશનું પાલન કરીએ છીએ. જો અમે અફવાઓમાં પડીશું તો અમે કંઈ કરી શકીશું નહીં. અમે અફવાઓની પરવા કર્યા વિના અમારા માર્ગે ચાલી રહ્યા છીએ.”
આ પણ વાંચો : આજથી પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર, UPS કે NPSમાંથી એક પસંદ કરી શકશો, જાણો કયું સારું?