ભાજપના સૌથી વરિષ્ઠ ઉમેદવાર યોગેશ પટેલે મતદાન કર્યું અને જાણો શું કહ્યું


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન જોરશોરથી શરુ થઈ ગયુ છે, ત્યારે વહેલી સવારથી લોકો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. સામાન્ય નાગરિકથી લઈને વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યુ છે, ત્યારે વડોદરાના માંજલપુરમાં આઠમી વખત ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે પણ આજે પત્ની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તે દરમ્યાન તેમણે મહત્વનું નિવેદન પણ આપ્યું હતું.
આ પણ વાંચો : એક તરફ મતદારોમાં ઉત્સાહ તો બીજી તરફ રાજ્યમાં 3 જગ્યાએ ખોટકાયું EVM
આ વખતે એક લાખ મતની લીડ કરીશ : યોગેશ પટેલ
પોતાની આઠમીચૂંટણી લડી રહેલા યોગેશ પટેલ ઉર્ફ કાકાએ આજે સવારે કારેલીબાગની ન્યુ ઈરા સ્કૂલ ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. ગુજરાતમાં આઠમી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા વડોદરાની માંજલપુર બેઠકથી ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય યોગેશ પટેલે આ વોટીંગ આપ્યા બાદ બાદ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ‘હું આ વખતે એક લાખ મતની લીડથી જીતીશ કારણ કે પાર્ટીએ મારા કામ જોઈને મને રિપીટ કર્યો છે.’
આ સિવાય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ‘દરેક મતદારે મતદાન ખાસ કરવું જોઈએ અને આ લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપવો જોઈએ.’