ગુજરાતદક્ષિણ ગુજરાત

રાજસ્થાનના કુંભલગઢ વિધાનસભાના કોંગ્રેસી ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમારે સુરતમાં કર્યો પ્રચાર

Text To Speech
  • પોતાના સમાજના લોકોની સાથે કરી મુલાકાત
  • પરપ્રાંતીયો સાથેની સભામાં રહ્યા હાજર
  • ચૂંટણીમાં મત આપી વિજયી બનાવવા કરી અપીલ

રાજસ્થાનમાં આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીના પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમાં પણ કેટલાક ઉમેદવાર પોતાના અને જુદા-જુદા સમાજના લોકોને વ્યક્તિગત રીતે મળી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કુંભલગઢ-આમેત વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમાર સુરત પહોંચ્યા હતા. જ્યાં સુરતના પરપ્રાંતીયોએ તેમનું સ્વાગત કર્યું હતું.

યોગેન્દ્રસિંહે સમાજના લોકોની સભામાં આપી હાજરી

ગુજરાતના સુરત પ્રવાસ દરમિયાન યોગેન્દ્રસિંહે પોતાના સમાજના લોકો દ્વારા આયોજિત સભામાં હાજરી આપી હતી. ત્યાં તેઓએ ભાષણમાં કુંભલગઢ-આમેત ચૂંટણીમાં પોતાના માટે મત માંગ્યા હતા. આ દરમિયાન હરિસિંહ ઓડા, નાહરસિંહ કંબોડા, નાથુસિંહ, પૃથ્વીસિંહ, લાલસિંહ, મનોહરસિંહ કેસર, હરીસિંહ કડીયાન, ભવરસિંહ કુચોલી કિશનસિંહ ઓડા, કેસરસિંહ ચડાણા, પ્રતાપસિંહ ઓડા પુરણસિંહ પરમાર, મનોરસિંહ તેમજ તેમના સમાજના અન્ય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.

આગેવાનોના ઘરે પહોંચી વ્યક્તિગત મત માંગ્યા હતા

આ ઉપરાંત યોગેન્દ્રસિંહે સુરતમાં સમાજના આગેવાનો સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી. યોગેન્દ્રસિંહ તેમના ઘરે પહોંચ્યા હતા અને તેઓની સાથે મુલાકાત કરી તેમની પાસે મત માંગ્યા હતા. તેઓનું પણ તેમના સમાજના લોકો દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું અને આગામી ચૂંટણીમાં તેઓને જ મત આપી મોટા માર્જિનથી વિજયી બનાવશે તેવો કોલ આપ્યો હતો.

Back to top button