ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“યોગ વૈશ્વિક આંદોલન બન્યું, આખા સંસારને જોડે છે” : USથી PM મોદી

નવી દિલ્હી/ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ના અવસર પર વીડિયો સંમેલનના માધ્યમથી લોકોને સંબોધિત કર્યા. તેમને કહ્યું કે, આજે યોગ એક વૈશ્વિક આંદોલન બન્યું છે, આ આખા સંસારને જોડે છે. તેમને કહ્યું કે, આજ ભારતીય સમાયાનુસાર સાંજે લગભગ 5:30 વાગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં જે યોગ કાર્યક્રમ થઈ રહ્યો છે, તેમાં સામેલ થઈશ. ભારતના આહ્વાન પર દુનિયાના 180થી વધારે દેશોનું એકસાથે આવવું ઐતિહાસિક છે.

પીએમ મોદીએ કહ્યું કે 2014માં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રેકોર્ડ દેશોએ આનું સમર્થન આપ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આંતરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યૌગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે.

વડાપ્રધાને કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગે આને વધારે વિશેષ બનાવી દીધો છે. આનો વિચાર, યોગના વિચાર અને સમુદ્રના વિસ્તારના પારસ્પરિક સંબંધ પર આધારિત છે.

તેમને કહ્યું કે, અમારા ઋષિઓએ યોગને પરિભાષિત કરતા કહ્યું છે કે જે જોડે છે તે યોગ છે. તેથી યોગનો આ પ્રસાર તે વિચારનો વિસ્તાર છે જે સંસારને એક પરિવારના રૂપમાં સમાવિષ્ટ કરે છે. યોગના વિસ્તારનો અર્થ છે વસુધેવ કુટુમ્બકમની ભાવનાનું વિસ્તાર. તેથી આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલા જી20 સમિટની થીમ પણ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર રાખવામાં આવી છે. આજે દુનિયામાં કરોડો લોકો યોગ ફોર વસુધેવ કુટુમ્બકમની થીમ પર એક યોગ કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે અમારા ઋષિ-મુનિયોએ યોગને પરિભાષિત કરતાં કહ્યું છે કે “યુજ્યતે અનેન ઇતિ યોગ” અર્થાત જે જોડે છે તે યોગ છે. તેથી યોગનો આ પ્રસાર તે વિચારનો વિસ્તાર છે જે આખા સંસારને એક પરિવારના રૂપમાં સમાવિષ્ટ કરે છે.

તેમણે કહ્યું કે અમે હંમેશા જોડાવવા, અપનાવવાની અને ગળે લગાડવાની પરંપરાઓને જાળવી રાખી છે. અમે નવા વિચારોનું સ્વાગત કર્યું છે, તેમનું રક્ષણ કર્યું છે. અમે વિવિધતાને સમૃદ્ધ બનાવી છે, તેની ઉજવણી કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ આપણી આંતરદૃષ્ટિને વિસ્તૃત કરે છે, યોગ આપણને એવી ચેતના સાથે જોડે છે જે આપણને જીવની એકતાનો અહેસાસ કરાવે છે, જે આપણને જીવ પ્રત્યેના પ્રેમનો આધાર આપે છે, તેથી યોગ દ્વારા આપણે આપણાં વિરોધાભાસોનો અંત લાવવો જોઈએ. આપણે યોગ દ્વારા આપણા અવરોધો અને પ્રતિકારને પણ દૂર કરવા પડશે.

આ પણ વાંચો- મોદીના યૂએસ પ્રવાસથી મળી શકે છે અમેરિકન MQ-9B ડ્રોન, જાણો શું છે તેમાં ખાસ

Back to top button