- 21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરાશે
- અમદાવાદ જિલ્લાના 2,257 સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે
- સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2,000 લોકો યોગ કરે તેવું આયોજન કરાયું
અમદાવાદ જિલ્લાના 2,257 સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. જેમાં દાસ્તાન ફાર્મમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ કરાશે. તથા 8 આઈકોનિક સ્થળે ખાસ ઉજવણી કરાશે. તેમાં 4.30 લાખથી વધુ નાગરિકો યોગ દિનની ઉજવણીમાં જોડાશે. તથા અનેક સ્થળોએ સામૂહિક યોગનું આયોજન કરવામાં આવનાર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રૂ.30,000ની સબસિડી અપાશે
21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરાશે
21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે રાજય કક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે યોજાનાર છે. અમદાવાદ જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવશે. આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.એ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વિન્ટેજ વિલેજ કાર મ્યુઝિયમ- દાસ્તાન ફર્મ ખાતે યોજાશે. જેમાં અંદાજે 3,450 લોકો સામુહિક યોગ કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર, જાણો કયા કેટલો ખાબક્યો વરસાદ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2,000 લોકો યોગ કરે તેવું આયોજન કરાયું
અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2,000 લોકો યોગ કરે તેવું આયોજન કરાયું છે. સાથોસાથ અમદાવાદના આઇકોનીક સ્થળો જેવા કે ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સાયન્સ સિટી, IIM, અટીરા તથા ઈસરો ખાતે શહેરીજનો સામુહિક યોગ કરશે. કલેક્ટરે જણાવ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષે ખાસ અમદાવાદના અમૃત સરોવરો ખાતે યોગાસનોની પ્રસ્તુતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ, પંચાયત, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ યોગ પ્રત્યે લોક જાગૃતિ વધે તે માટે પ્રયાસ કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વાવાઝોડાની વિદાય બાદ આ મંદિરના દ્વાર ખૂલતા ભક્તોનો ધસારો
ગૃહ વિભાગ દ્વારા બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતિ કાર્યક્રમનું આયોજન
અમદાવાદ નગરપાલિકા, તાલુકા પંચાયતો, જિલ્લાભરની શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક અને પેટા આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ, જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ મથકો, જિલ્લા તાલીમ અને રોજગાર કચેરી, ગુજરાત યુનિવર્સિટી પરિસર સહિત અનેક સ્થળોએ સામૂહિક યોગનું આયોજન કરવામાં આવનાર છે. યોગ દિવસની આ ઉજવણીને ભવ્યાતિભવ્ય બનાવવા માટે એક સપ્તાહ સુધી વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં પ્રભાત ફ્રીનું, શૈક્ષણિક સમય દરમિયાન યોગ અંગેના નિબંધ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, પ્લે કાર્ડનું આયોજન પણ કરાયું છે. ગૃહ વિભાગ દ્વારા બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સમગ્ર આયોજનમાં આર્ટ ઓફ્ લિવિંગ, પતંજલી યોગ કેન્દ્રો, લકુલેશ યોગ યુનિવર્સિટીનો સહયોગ પ્રાપ્ત થશે.