પાવાગઢમાં ફરી એક દુર્ઘટના, વધુ એક વખત વિશ્રામ કુટીરનો ભાગ ધરાશાયી
યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓ માટે માંચી ખાતે ચાચર ચોકમાં વિશ્રામ કુટીર બનાવવામાં આવી છે. હમણાં જ ગત 1મી મેના રોજ એક વિશ્રામ કુટીરનો ઘૂમટ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 1 મહિલાનું મોત થયુ હતુ, જ્યારે સાતથી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હજુ તો તપાસ ચાલી રહી છે, ત્યારે ગઈકાલે સાંજે ફરી એક વખત વિશ્રામ કુટીરનો વધુ એક ઘૂમટ ધરાશાયી થયો હતો. વિશ્રામ કુટીરનો ભાગ ધરાશાયી થતા ચાચરચોકમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્યા કામ કરતાં કામદારોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. વિશ્રામ કુટીરનો ભાગ ધરાશાયી થતા હાલ વિશ્રામ કુટીરના ભાગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને કોઈ દર્શનાર્થી આ વિશ્રામ કુટીરમાં ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Gujarat : PM મોદી આજે ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ વિશ્રામ કુટિરનો એક ઘૂમટ ધરાશાયી થતાં 1 મહિલાનું મોત થયું હતું. સમગ્ર મામલે તપાસ પણ હાલ ચાલી રહી છે ત્યા ફરી બીજી ઘટના બનતા તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે. 11 જ દિવસમાં એકની એક ઘટનાનું પુનરાવર્તન થતાં હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે અને આ વિશ્રામ કુટિરનું નિર્માણ કરનારાઓ ઉપર સવાલ થઈ રહ્યા છે. પાવાગઢમાં નવી વિશ્રામ કુટીર અને અન્ય વિકાસના કામો થયે બહુ સમય હજુ થયો નથી છતાં આવી ઘાટનો બનતા તંત્ર પર અનેક સવાલો થઈ રહ્યા છે.