ગુજરાતટ્રેન્ડિંગ

ઈસુદાન ગઢવીએ વ્યારામાં પીડિતોની મુલાકાત લઈ કલેકટરને ઘર ન તોડવા કરી રજુઆત

  • બળજબરીપૂર્વક અને લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ડિમોલેશન કરવામાં આવ્યું: ઇસુદાન ગઢવી
  • ઈસુદાન ગઢવીએ વ્યારામાં સુગર ફેક્ટરીની મુલાકાત લઈ બંધ પડેલી ફેક્ટરી ચાલુ કરવાની રજૂઆત કરી.

તાપી: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વ્યારાના શંકરફળિયાની મુલાકાત લીધી. આ દરમિયાન ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે મને ખબર પડી કે વ્યારાના શંકરફડિયામાં બળજબરીપૂર્વક અને લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ડિમોલેશન કરવામાં આવ્યું છે. રસ્તાઓ બંધ કરીને અને વહેલી સવારે પોલીસના કાફલા સાથે આવીને અને લોકોને ડરાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ ખૂબ જ નીંદનીય ઘટના છે. અહીંયા હું લોકોને મળ્યો તો મેં જોયું કે આંખમાં આંસુ આવી જાય તે રીતની ગંભીર સ્થિતિ છે.

ઈસુદાન ગઢવીએ કલેકટરને વાત કરતાં કહ્યું કે, જો આપણે લોકોને કંઈ આપી નથી શકતા, તો આપણે કોઈના ઘર તોડવા પણ ન જોઈએ. નિયમો પ્રમાણે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે છે. નોટિસ આપ્યા બાદ, આઠ દસ દિવસ આપ્યા બાદ પણ અદાલતમાં કાર્યવાહી કરવાનો મોકો પણ આપવામાં આવે છે. પરંતુ પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે, ક્યાંક કોઈ ઉણપ રહી ગઈ છે. મેં કલેકટરને વાત કરી છે કે આપ SDMને અહીંયા મોકલો અને લોકો સાથે તેઓ વાત કરે અને તેમની વાત સાંભળે. અને ત્યારબાદ સાચી પરિસ્થિતિનો રિપોર્ટ આપને સોંપે. જરૂર પડશે તો હું મુખ્યમંત્રીને પણ આ વિશે વાત કરીશ.

આ પણ વાંચો: breaking news: ગુજરાત પોલીસમાં 22 PI અને 63 PSIની બદલી, જુઓ કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

વઘુમાં આ મુદ્દે ઈસુદાન ગઢવીએ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષને પણ વાત કરી છે કે, માનવતાની દ્રષ્ટિએ પણ લોકોના માટે વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા પાણીની વ્યવસ્થા નથી, સ્ટ્રીટ લાઈટને પણ બંધ કરી દેવામાં આવી છે, રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકો અહીંયા નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છે. મારું માનવું છે કે પક્ષા-પક્ષી છોડીને દરેક વ્યક્તિએ એક નાગરિક તરીકે અહીંના લોકોનો સાથ આપવો જોઈએ. હું ચાર-પાંચ દિવસ સુધી આ બાબત પર ધ્યાન આપીશ અને જો જરૂર પડશે તો ગાંધીનગર સુધી પણ રજૂઆત કરીશ.

ઈસુદાન ગઢવીએ વ્યારામાં સુગર ફેક્ટરીની મુલાકાત લઈ બંધ પડેલી ફેક્ટરી ચાલુ કરવાની રજૂઆત કરી:

ઈસુદાન ગઢવીએ વ્યારામાં બંધ પડેલ સુગર ફેક્ટરીની મુલાકાત લીધી. આ દરમિયાન ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, ખેડૂતો માટે 1983માં આ સુગર ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી. આ સુગર ફેક્ટરી માટે ખેડૂતોએ જમીન આપી હતી. ખેડૂતોને ખૂબ જ આશા હતી કે, સુગર ફેક્ટરી ચાલુ થશે તો રોજગારી મળશે અને ખેડૂતોને સારા ભાવ મળે. પરંતુ કમનસીબે વહીવટી તંત્રને ખાડામાં નાખી દીધું અને હાલ 31,000 ટન શેરડીના નાણા ખેડૂતોને ચૂકવાયા નથી. આ દરમિયાન ઘણી ચૂંટણીઓ આવી અને ભાજપના લોકોએ વચનો આપ્યા, પણ આજે અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે આ સુગર ફેક્ટરીને ચાલુ કરવામાં આવે અને 31000 ટન શેરડીના જે પણ નાણા છે તે ખેડૂતોને ચૂકવવામાં આવે, સાથે સાથે ફંડ નાખીને ભ્રષ્ટાચાર વગરની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ તેમણે રજુઆત કરી છે.

આ પણ વાંચો: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, જાણો સમગ્ર મામલો

Back to top button