ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટવાની આગાહી
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. જો કે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે.
આજથી ઘટશે વરસાદનું જોર
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે.જો કે ઉત્તર ગુજરાત અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
હાલ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 24 ફૂટ પર પહોચી છે. આ સાથે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.68 મીટરે પહોંચી છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી જો મધ્યપ્રદેશ કે રાજ્યમાં આજે વધારે વરસાદ થશે તો આખા ગુજરાતમાં સંકટ વધી શકે છે.