અમદાવાદમાં આગામી 5 દિવસ યલો અલર્ટ, ગરમીથી બચવા AMCએ જાહેર કરી એડવાઈઝરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થ, ગાંધીનગર, નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સીલ, અમેરીકા અને IMD અમદાવાદ ના સહયોગ થી અમદાવાદ હીટ એક્શન પ્લાન-2023 મુકવામાં આવેલ છે, જેના અનુસંધાને IMD અમદાવાદ દ્વારા આવનારા પાંચ દિવસોમાં શહેરમાં કેટલુ તાપમાન રહેનાર છે, તે અંગેનું અનુમાન કોર્પોરેશનને મોકલવામાં આવે છે.
અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ
રાજ્યનાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી.તેમજ આવનારા 5દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે. આ દરમિયાન તાપમાન 40 ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે.
ગરમીથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન
અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને AMC દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
- વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહી નું સેવન કરવું,
- લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં,
- ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો,
- નાના બાળકો – વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
અતિશય ગરમીનાં લીધે લુ (હીટ સ્ટ્રોક) લાગવાના લક્ષણો નીચે મુજબ છે.
- ગરમીની અળાઇઓ,
- ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી,
- માથાનો દુઃખાવો, ચક્કર આવવા,
- ચામડી લાલ – સૂકી અને ગરમ થઇ જવી, સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી,
- ઉબકા અને ઉલ્ટી થવી,
- જો ઉપરોકત લક્ષણો દેખાય તો તરત તબીબની સલાહ લેવી. ઇમરજન્સીમાં 108સંપર્ક સાધવો.
આ પણ વાંચો : રુપિયાને કારણે પિતા જ પુત્રનો વેરી થયો ! કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રની કરી હત્યા