યે દુરિયા…:સંબંધોમાં પડી રહ્યુ છે અંતર? તો અપનાવો આ રિલેશનશિપ ટિપ્સ
કોઇ પણ સંબંધ પરફેક્ટ હોતો નથી, જે રીતે માણસની સારી અને ખરાબ બંને સાઇડ હોય છે, તે રીતે કોઇ પણ સંબંધોએ જિંદગીમાં અપ્સ એન્ડ ડાઉન્સનો સામનો કરવો પડે છે. રિલેશનશિપમાં પ્રોબ્લેમ, તણાવ અને ઝધડા ખુબ જ સામાન્ય બાબત છે. દરેક સંબંધોમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે છે, જ્યારે પરિસ્થિતિ યોગ્ય હોતી નથી. તેમ છતાં પણ કેટલાક સંબંધો ખુબ સારી રીતે ચાલે છે. આ સફળતાનું કારણ વ્યક્તિના વિચારો, ઉછેર અને પોતાના લોકોની પરવા હોય છે. જો બાળપણથી જ વ્યક્તિને સંબંધો નિભાવવાનો મતલબ સ્પષ્ટ સમજાવાયો હશે તો સંબંધો નહીં તુટે, પરંતુ હજુ મોડુ થયુ નથી. તમે જો તમારા સંબંધોને લઇને પરેશાન છો તો કેટલીક ટિપ્સ અપનાવીને તમે તમારા સંબંધોને મજબૂત બનાવી શકો છો.
ભુલ સ્વીકારતા શીખો
ભલે ભુલ છોકરાની હોય કે છોકરીની તમે પોતાની માનીને તેને સુધારવાની કોશિશ કરો, તો સંબંધો મજબૂત બનશે. સંબંધોમાં ક્યારેય કોઇ એક વ્યક્તિની ભુલ હોતી નથી. જો તમે સામેવાળી વ્યક્તિની જ ભુલ માનશો તો સંબંધો બહુ લાંબુ નહીં ટકી શકે. ઘણી વખત ભુલ ન સ્વીકારવી છોકરીઓની આદત હોય છે. છોકરાઓ પોતાની ભુલ માનતા હોય છે. આ વાત બંને પર લાગુ પડે છે.
સંબંધો સુધારવામાં લાગે છે સમય
રિલેશનશિપને સારી રીતે ચલાવવામાં વ્યક્તિમાં ધીરજનો ગુણ હોવો ખુબ જરૂરી છે. કોઇ પણ લડાઇ સમજીને ઉકેલવાની કોશિશ કરવાથી કરશો તો સંબંધો સારા બની જ જશે. કેટલાય લોકો સંબંધોને સારા બનાવવાની કોશિશ તો કરે છે, પરંતુ તેમના પાર્ટનર તેમને સાંભળવા કે સમજવા ઇચ્છતા નથી. આવા સંજોગોમાં વ્યક્તિએ ધીરજ રાખવી જરૂરી છે. જો કોઇ વાતને લઇને તણાવ હોય તો તેના માટે સ્ટ્રેસ ન લો. સામાન્ય રહેવાની કોશિશ કરો. સંબંધોમાં રહેલી કડવાશને દુર થવામાં સમય લાગી શકે છે.
પ્રેમમાં મિત્રતા હોવી જરૂરી
બોલિવુડની ફિલ્મોમાં તમે સાંભળ્યુ હશે કે ‘પ્યાર દોસ્તી હે’ આ વાત રિયલ લાઇફમાં એટલી જ સાચી છે. જો બે વ્યક્તિ મિત્રો ન હોય તો તેમનો સંબંધ મજબૂત ન હોઇ શકે. પાર્ટનર્સ રિલેશનશિપમાં એક-બીજાનો સાથ નિભાવી શકે છે કે નહીં, તે એ વાત પર નિર્ભર છે કે તેઓ ઇમોશનલી એકબીજા સાથે કનેક્ટેડ છે કે નહીં. જો તમે એકબીજા સાથે ઇમોશનલી એટેચ હશો તો નાની નાની બાબતોનો ફર્ક નહીં પડે.
આ પણ વાંચોઃ વેઇટ લોસથી લઇને ડાયાબિટીસમાં મદદ કરશે આ જાદુઇ સમર ફ્રુટ