ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

વિદાય 2023: સુપ્રીમ કોર્ટના આ વર્ષના ઐતિહાસિક ચુકાદા જેણે સૌનું ધ્યાન ખેંચ્યું

  • કોઈપણ દેશની કોર્ટ ત્યાંની ન્યાય વ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
  • સર્વોચ્ચ અદાલતે વર્ષ 2023માં પોતાના ચુકાદાઓ દ્વારા ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લીધા

નવી દિલ્હી, 27 ડિસેમ્બર : વર્ષ 2023 પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ વર્ષે ઘણા મહત્ત્વપૂર્ણ ચુકાદા આપવામાં આવ્યા છે. જેણે જનતાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કોઈપણ દેશની કોર્ટ ત્યાંની ન્યાય વ્યવસ્થા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ એ ભારતની સર્વોચ્ચ અદાલત છે અને તેનું મુખ્ય કાર્ય કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાનું છે. ત્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે પણ વર્ષ 2023માં પોતાના ચુકાદા દ્વારા આ દિશામાં ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે. જો કે આખા વર્ષ દરમિયાન અનેક મુદ્દાઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા અને અનેક મુદ્દાઓ પર મહત્ત્વના ચુકાદા આપવામાં આવ્યા, પરંતુ એવા ચુકાદા જેને દરેકને ન્યાય પર વિશ્વાસ રાખવાની પ્રેરણા તો આપી જ પરંતુ સુરક્ષાની લાગણી પણ જીવંત રાખી તેનો અભ્યાસ કરીશું. તો ચાલો જાણીએ કે આ વર્ષે સુપ્રીમ કોર્ટના કયા મુખ્ય ચુકાદા છે જેની ખૂબ ચર્ચા કરવામાં આવી છે.

1. છૂટાછેડા અંગેનો નિર્ણય

divorce
Divorce

સુપ્રીમ કોર્ટે આ વર્ષે છૂટાછેડા અંગેનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 6 મહિનાની રાહ જોવાની જરૂરી નથી. એવા મામલામાં જ્યાં પતિ-પત્નીની  સાથે રહેવાની કોઈ શક્યતા નથી, તેમાં કલમ 142 હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને પોતાના તરફથી છૂટાછેડા લઈ શકે છે. એવા કિસ્સામાં કે જ્યાં પતિ-પત્ની બંને છૂટાછેડા માટે સંમત થાય અથવા પતિ-પત્નીમાંથી કોઈ એક છૂટાછેડા માટે સંમતિ ન આપે તો પણ સુપ્રીમ કોર્ટ છૂટાછેડાનો આદેશ આપી શકે છે. આ ચુકાદાનો સ્પષ્ટ અર્થ હતો કે, છૂટાછેડા માટે 6 મહિના સુધી રાહ જોવી ફરજિયાત નહીં રહે.

2. કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટની મહોર

supreme court on article 370 -HDNEWS
Article 370 -HDNEWS

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખવો એ 2023માં સુપ્રીમ કોર્ટના નોંધપાત્ર ચુકાદામાંનો એક છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરને ભારતમાં વિલીનીકરણ બાદ આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી.” જો કે, સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનું પણ કહ્યું છે.

3. સમલૈંગિક યુગલના લગ્ન અંગેનો નિર્ણય

LGBTQ Marriage-HDNEWS
LGBTQ Marriage-HDNEWS

17 ઓક્ટોબરે કોર્ટે સમલૈંગિક યુગલના લગ્નને લઈને મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આવા યુગલોને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. આ ચુકાદો મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે આપ્યો હતો. આ બેન્ચે 3-2ની બહુમતી સાથે ચુકાદો સંભળાવ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, સમલૈંગિક લગ્ન અંગે કાયદો બનાવવાનો અધિકાર માત્ર સંસદને જ છે.” જેના અંતે ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે આ નિર્ણય જાહેર કર્યો હતો.

4. અદાણી-હિંડનબર્ગ કેસમાં સમિતિની રચના

Adani-Hidenberge Case-HDNEWS
Adani-Hidenberge Case-HDNEWS

અદાણી-હિંડનબર્ગ કેસ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અદાણી ગ્રુપની કંપનીઓ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટે 2 માર્ચે નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એ.એમ. સપ્રેના નેતૃત્વમાં 6 સભ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે સેબી(SEBI)ને 2 મહિનામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ તે સમયે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે નિયમનકારી મિકેનિઝમ સંબંધિત સમિતિની રચનાનો સમાવેશ થાય છે.

5. નોટબંધીના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ

Supreme Court On Demonetisation-HDNEWS
Supreme Court On Demonetisation-HDNEWS

2016માં રૂપિયા 500 અને 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની માન્યતાને પડકારતી તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આ વર્ષે 2023માં પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં ખાસ વાત એ છે કે, કોર્ટે પણ સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને આ અંગે દાખલ કરાયેલી તમામ અરજીઓ ફગાવી દીધી હતી.

આ પણ જુઓ :આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં 52,191 કેસનો આવ્યો ચુકાદો

Back to top button