Year Ender 2023: આ CNG કાર માર્કેટમાં આવી, ગ્રાહકોએ વધાવી
- વર્ષ 2023માં અનેક કંપનીઓએ CNG કાર માર્કેટમાં ઉતારી, તો ઘણી કંપનીઓએ પોતાના જુના વેરિઅન્ટને CNG તરીકે પણ રજુ કર્યા
મોટાભાગની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વધતા પ્રદુષણના કારણે પોતાની કારને CNG વેરિઅન્ટમાં રજુ કરવા પર ફોકસ કરી રહી છે. વર્ષ 2023માં અનેક કંપનીઓએ CNG કાર માર્કેટમાં ઉતારી, તો ઘણી કંપનીઓએ પોતાના જુના વેરિઅન્ટને CNG તરીકે પણ રજુ કર્યા. ફ્યુઅલના વધતા ભાવના કારણે પણ લોકોને CNG કાર ગમતી હોય છે. 2023ના વર્ષમાં આવેલી આ CNG કાર ગ્રાહકોએ પણ વધાવી લીધી.
ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર છે. તેને સીએનજી સાથે રજુ કરવામાં આવી. જાન્યુઆરી 2023માં ઓન રોડ મુકવામાં આવેલી આ કારની એક્સ શોરુમ કિંમત 13.23 લાખ રુપિયા છે.
આ લિસ્ટમાં આગામી નામ મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા છે, જેને સીએનજી વેરિઅન્ટ સાથે ઉતારવામાં આવી. તેની સ્ટાર્ટિંગ પ્રાઈઝ 12.85 લાખ એક્સ શોરુમ છે.
આ વર્ષે મે મહિનામાં ટાટા મોટર્સે પોતાની અલ્ટ્રોઝને સીએનજી વેરિઅન્ટમાં લોન્ચ કરી હતી. તેની એક્સ શોરુમ કિંમત 7.55 લાખ રુપિયાથી લઈને 10.55 લાખ રુપિયા હતી.
મારુતિ બ્રેઝાના સીએનજી વેરિઅન્ટને પણ આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યું, તે સીએનજી સાથે લોન્ચ થનારી પહેલી કોમ્પેક્ટ એસયુવી બની. માર્ચમાં આવેલી આ કારની સ્ટાર્ટિંગ પ્રાઈઝ 9.24 લાખ રુપિયા હતી.
ટાટા પંચ ટાટાની નવી માઈક્રો એસયુવી છે, જે આ વર્ષે જ લોન્ચ કરવામાં આવી. તેને પાંચ સીએનજી વેરિઅન્ટ સાથે ઉતારવામાં આવી. તેની સ્ટાર્ટિંગ પ્રાઈઝ એક્સ શો રુમ 7.10 લાખ રુપિયા હતી.
ટાટાએ પોતાની ટિયાગો હેચબેક અને સેડાન ટિગોરને પણ સીએનજી વેરિઅન્ટમાં રજુ કરી. જેની શરુઆતની કિંમત 6.55 લાખ અને 8.20 લાખ હતી.
આ પણ વાંચોઃ year Ender 2023: શનિએ ચાલ બદલી આ રાશિઓને કર્યા પરેશાન